________________
છે. મનુષ્યક્ષેત્ર પ્રકરણ :
માનુષોત્તરપર્વત સુધીના અઢી દ્વીપ અને બે સમુદ્ર એ મનુષ્યક્ષેત્ર છે. મનુષ્યો મનુષ્યક્ષેત્રમાં હોય છે. (સૂત્ર-૩/૧૪) મનુષ્યક્ષેત્રની બહાર કોઈ પણ મનુષ્યના જન્મ કે મરણ ન થાય. મનુષ્યક્ષેત્રની બહાર કોઈ પણ મનુષ્યનું મરણને આશ્રયી સંહરણ ન થાય અથવા સંહરણ થાય તો પણ મરણ પહેલા તે મનુષ્યક્ષેત્રમાં પાછો આવી જાય. જંઘાચારી અને વિદ્યાચારી સંયતો મનુષ્યક્ષેત્રની બહાર જઈ શકે, પણ ત્યાં તેમનું મરણ ન થાય.
ભવિષ્યમાં મનુષ્યક્ષેત્રની બહાર ઉત્પન્ન થવાનો હોય એવો કોઈક મનુષ્ય મરણ સમુદ્રઘાતથી ઉત્પત્તિદેશે આત્મપ્રદેશોને ફેંકી પછી ઇલિકાગતિથી મરે, તે અપેક્ષાએ મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યનું મરણ થાય, બીજી રીતે નહીં.
મનુષ્યક્ષેત્રની બહારથી કોઈ (મનુષ્ય, તેઉકાય, વાયુકાય સિવાયનો) જીવ મનુષ્યાયુષ્ય બાંધી વક્રગતિથી મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે તેને વક્રગતિમાં મનુષ્યાયુષ્યનો ઉદય થાય. તે અપેક્ષાએ મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યનો જન્મ થાય, બીજી રીતે નહીં.
સંહરણ એટલે વૈરથી કોઈ દેવ કે વિદ્યાધર મનુષ્યને મનુષ્યક્ષેત્રની બહાર લઈ જાય છે. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા, પુલાકસંયત, અપ્રમત્તસંયત, ચૌદપૂર્વી, આહારકશરીરી – આટલાનું કોઈ સંહરણ ન કરે. - અઢી દ્વીપની બધી હકીકત અહીં સંક્ષેપથી જણાવી છે. વિશેષથી તેને જાણવાની ઇચ્છાવાળા પુણ્યાત્માઓએ લોકપ્રકાશ, બૃહëત્રસમાસ, લઘુક્ષેત્રસમાસ, લઘુસંગ્રહણી વગેરે ગ્રંથોનું અવલોકન કરવું.