________________
૧૨૮
મેરુપર્વત • મેરુપર્વત - જંબૂદ્વીપની મધ્યમાં મેરુપર્વત છે. મેરુપર્વત વૃત્તાકાર છે. તે ૧,૦૦૦ યોજન ભૂમિની નીચે અવગાઢ છે અને ૯૯,૦૦૦ યોજન ભૂમિની ઉપર ઊંચો છે. ભૂમિની નીચે જે ૧,000 યોજન છે, તેની લંબાઈ-પહોળાઈ ૧૦,૦૦૦-યોજન છે. મેરુપર્વતના ઉપરીતલની લંબાઈ-પહોળાઈ ૧,000 યોજન છે.
મેરુપર્વતના ત્રણ કાંડ છે -
૧) પહેલો કાંડ - તેમાં ક્યાંક પૃથ્વી વધુ છે, ક્યાંક પથ્થર વધુ છે, ક્યાંક હીરા વધુ છે, ક્યાંક કાંકરા વધુ છે. તે ૧,૦૦૦ યોજન ઊંચો છે. તે ભૂમિમાં અવગાઢ છે.
૨) બીજો કાંડ - તેમાં ક્યાંક રજત વધુ છે, ક્યાંક સુવર્ણ વધુ છે, ક્યાંક અંતરત્ન વધુ છે, ક્યાંક સ્ફટિરત્ન વધુ છે. તે ૬૩,૦૦૦ યોજના ઊંચો છે. તે ભૂમિની ઉપર છે.
૩) ત્રીજો કાંડ - તે જાંબૂનદ સુવર્ણનો છે. તે ૩૬,૦૦૦ યોજના ઊંચો છે. તે બીજા કાંડની ઉપર છે.
મેરુપર્વતના ઉપરીતલે મધ્યમાં ૪૦ યોજન ઊંચી વૈડૂર્યરત્નની બહુલતાવાળી ચૂલિકા છે. તે મૂળમાં ૧૨ યોજન લાંબી-પહોળી છે, મધ્યમાં ૮ યોજન લાંબી-પહોળી છે અને ઉપર ૪ યોજન લાંબીપહોળી છે.
મેરુપર્વતની તળેટીમાં વલયાકાર ભદ્રશાલવન છે.
મેરુપર્વતની તળેટીથી ૫00 યોજન ઉપર જતા ચારે બાજુથી ૫૦૦ યોજનનો ખાંચો પડે છે. તેમાં ૫૦૦ યોજન વિસ્તારવાળુ નંદનવન છે.
બૃહëત્રસમાસની ગાથા-૩૦૪માં ભૂમિની નીચે ૧,000 યોજન ગયા પછી મેરુપર્વતની લંબાઈ-પહોળાઈ ૧૦,૦૯૦ ૧૦/૧૧ યોજન કહી છે અને ભૂમિતલે મેરુપર્વતની લંબાઈ-પહોળાઈ ૧૦,૦૦૦ યોજન કહી છે.