________________
૧૧૦
નરકમાં જીવોના શરીર અને તેમની અવગાહના ૪) વર્ણ - નરકમાં પુદ્ગલોનો વર્ણ અત્યંત કાળો હોય છે. તે
ભયાનક અને ત્રાસદાયક હોય છે.
શબ્દ - નરકમાં પુદ્ગલોનો શબ્દ કર્કશ અને નિષ્ઠુર હોય છે. ૬) સંસ્થાન - નરકાવાસોની આકૃતિ અને નારકીઓની આકૃતિ
(અત્યંત હુંડક સંસ્થાન) અત્યંત ઉગ કરાવનાર હોય છે. ભેદ - શરીર, નરકની દિવાલ વગેરેમાંથી ખરતા પુદ્ગલોનો પ્રહાર શસ્ત્રોના પ્રહાર કરતા પણ વધુ પીડાકારી હોય છે. ગતિ - અશુભ વિહાયોગતિ નામકર્મના ઉદયથી નારકીઓની
ગતિ ઊંટ, પતંગિયા વગેરેની જેમ અશુભ હોય છે. ૯) બંધ - નરકમાં શરીર વગેરેની સાથે સંબંધમાં આવતા
પુદ્ગલોનો પરિણામ મહાગ્નિના સંબંધ કરતા પણ વધુ વેદનાવાળો હોય છે. અગુરુલઘુ - બધા જીવોના શરીર પોતાનાથી ગુરુ પણ નથી અને લઘુ પણ નથી. એટલે અગુરુલઘુ પરિણામવાળા છે. નરકમાં તે અગુરુલઘુ પરિણામ અનેક દુઃખોના આશ્રયરૂપ
હોવાથી અનિષ્ટ હોય છે. • નરકમાં જીવોના શરીર અને તેમની અવગાહના - (સૂત્ર-૩/૩)
નરકમાં જીવોના શરીર અશુભ નામકર્મના ઉદયથી અશુભ અંગોપાંગવાળા હોય છે. શરીરના બધા અવયવો પ્રમાણ વિનાના હોય છે. શરીર હુડકસંસ્થાનવાળા હોય છે. તે પીંછા વિનાના પક્ષીના શરીરની જેમ બિભત્સ હોય છે. તે ભયાનક, દુઃખયુક્ત અને અશુચિથી ભરેલા હોય છે. નીચે નીચેની પૃથ્વીઓમાં શરીર વધુ ને વધુ અશુભ હોય છે.
નારકીઓનું શરીર બે પ્રકારનું હોય છે - ભવધારણીય અને ઉત્તરવૈક્રિય.
દરેક પ્રતરે નારકીઓના શરીરની અવગાહના બૃહત્સંગ્રહણિ વગેરેમાંથી જાણી લેવી.