________________
આયુષ્યના બે પ્રકાર
(૨) નિમિત્ત - દંડ, ચાબૂક, શસ્ત્ર, દોરડુ વગેરે. (૩) આહાર - અતિસ્નિગ્ધ કે ઘણું ખાવું. (૪) વેદના - શૂળ વગેરે. (૫) પરાઘાત - ખાડામાં પડવું વગેરે. (૬) સ્પર્શ - અગ્નિ, સર્પ વગેરેનો. (૭) શ્વાસોચ્છવાસ - શ્વાસોચ્છવાસ વધી જવા કે રુંધાવા.
(i) નિરુપક્રમ આયુષ્ય - જે આયુષ્યને ઉપક્રમોનો સંપર્ક ન થાય તે નિરુપક્રમ આયુષ્ય.
બીજી રીતે પણ આયુષ્ય બે પ્રકારનું છે
૧) અનાવર્તનીય આયુષ્ય - પૂર્વભવમાં બાંધેલા જે આયુષ્યની સ્થિતિ તેટલી જ રહે, ઓછી ન થાય તે અનપવર્તનીય આયુષ્ય. તે બે પ્રકારનું છે – સોપક્રમ અને નિરુપક્રમ.
દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ, ચરમશરીરી, ઉત્તમ પુરુષો અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. (સૂત્ર-૨/પર) ચરમશરીરી એટલે જેઓ તે જ શરીર વડે મોક્ષમાં જાય છે. ઉત્તમ પુરુષો એટલે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો એટલે અકર્મભૂમિના, અંતરદ્વીપના, દેવગુરુ-ઉત્તરકુરુના, કર્મભૂમિમાં અવસપિણીના પહેલા-બીજા-ત્રીજા આરાના અને ઉત્સર્પિણીના ચોથા-પાંચમાછઠ્ઠા આરાના મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો. દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો નિરુપક્રમ આયુષ્યવાળા છે. ચરમશરીરી અને ઉત્તમ પુરુષો સોપમ આયુષ્યવાળા અને નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. સોપક્રમ આયુષ્યવાળા તેમને ઉપક્રમોનો સંપર્ક