________________
૨ આયુષ્ય પ્રકરણ • પરભવનું આયુષ્ય ક્યારે બંધાય? જીવો
પરભવાયુષ્ય ક્યારે બાંધે ? નારકી, દેવો, અસંખ્ય વર્ષના | સ્વભવાયુષ્યના ૬ માસ બાકી
| આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ હોય ત્યારે એકેન્દ્રિય, વિલેન્દ્રિય, નિરુપક્રમ | સ્વભવાયુષ્યનો ત્રીજો ભાગ બાકી આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ હોય ત્યારે સોપક્રમ આયુષ્યવાળા મનુષ્ય- સ્વભવાયુષ્યનો ત્રીજો ભાગ બાકી પંચેન્દ્રિય તિર્યંચ
હોય ત્યારે, અથવા નવમો ભાગ બાકી હોય ત્યારે, અથવા સત્યાવીશમો ભાગ બાકી હોય
ત્યારે, અથવા છેલ્લા અંતર્મુહૂર્તમાં આયુષ્યના પ્રકાર - આયુષ્ય બે પ્રકારનું છે -
(i) સોપક્રમ આયુષ્ય - દીર્ઘ સ્થિતિવાળું આયુષ્ય અધ્યવસાય વગેરે જે કારણોથી અલ્પસ્થિતિવાળુ કરાય તે કારણો એટલે ઉપક્રમ. જે આયુષ્યને આ ઉપક્રમો લાગે તે સોપક્રમ આયુષ્ય.
ઉપક્રમ ૭ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧)અધ્યવસાય-તત્રણ પ્રકારે છે-(૧) રાગ, (૨)સ્નેહ, (૩) ભય.
I મતાંતરે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો સ્વભાવાયુષ્યનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુષ્ય બાંધે. આ મત પંચસંગ્રહના પાંચમા દ્વારની ૪૧મી ગાથામાં બતાવ્યો છે.