________________
(૮૨) – સાબિતી કરી દે છે. તથા તમે જ્યારે એમ કહે કે- પુરુષ માત્ર સર્વજ્ઞ નથી' ત્યારે તે ખુદ તમે પોતે જ સર્વજ્ઞ થઈ જાઓ છે, કારણ કે એ અનુમાન કરતી વખતે તમે આખા જગતના પુરૂષોની વાત કરે છે. એ પ્રકારે તમારું એક પણ અનુમાન “સર્વજ્ઞ”ના સંવાડાને પણ ખડું કરી શકે તેમ નથી.
જૈમિનિટ–ભાઈ, શાસ્ત્રમાં એમ ક્યાં લખ્યું છે કે કેઈ સર્વજ્ઞ હેઈ શકે છે, અર્થાત શાસ્ત્રમાં સર્વત્તને લગતી હકીકત નથી મળતી માટે જ અમે એવા અશાસ્ત્રીય સર્વત્તને શી રીતે માનીએ?
ન તમે જે શાસ્ત્રની વાત કહો છો એ શાસ્ત્ર કોઈએ બનાવેલું છે એટલે પોય છે? કે એમ ને એમ જ થએલું છે એટલે અપૌય છે?
જૈમિનિ –એ શાસ્ત્ર તો એમને એમ જ થએલું છે–અપૌરુષેય છે.
જૈન –ભાઈ, આ તે વળી એક નવી જ વાત. શાસ્ત્ર તે વળી કયાંય એમ ને એમ થતું હશે ? એવા શાસ્ત્રને સાચું પણ કહ્યું માને ? જે શાસ્ત્રને બનાવનાર પ્રામાણિક હોય એ જ શાસ્ત્ર સાચું મનાય છે માટે એવા એમ ને એમ થએલા શાસ્ત્રની ગષ જવા ઘો.
કદાચ તમે વેદેને એમ ને એમ થએલા માનતા હે તે તેમાં તે “હરામ શર્વઃ' એ સાફ લેખ છે અને એ વડે જ સર્વજ્ઞની સાબિતી થઈ જાય છે. વળી, વેદે માત્ર વિધિવિધાને જ કરે છે એથી એ વડે સર્વજ્ઞને નિષેધ થઈ શકે જ નહિ; માટે કઈ શાસ્ત્ર પણ એવું નથી કે જે સર્વની આડે આવી શકે.
- જૈમિનિ –ભાઈ, અનુમાન, પ્રમાણ અને શાસ્ત્ર પ્રમાણે તે રહ્યા, પરંતુ ઉપમાન પ્રમાણવડે અમે સર્વજ્ઞની સાબિતી નહિ થવા દઇએ.
જૈન ઉપમાન પ્રમાણે તે પ્રત્યક્ષ પ્રમાણુની જેવું છે એટલે તેમાં એક બીજાની સરખાઈના પ્રત્યક્ષ જેવાવડે જ વસ્તુનું ભાન થાય