________________
વિદ્યાર્થી હરિભદ્ર એક દિવસ ભટ્ટજી રાજમહેલમાંથી નીકળીને પિતાના ઘર તરફ પાછા વળ્યા ત્યારે રસ્તામાં એક જૈન ઉપાશ્રય પડતો હતો જેમાં સાધ્વીઓ સ્વાધ્યાય કરી રહી હતી. દૈવયોગે સાધ્વીઓને સ્વાધ્યાયધ્વનિ લેઢાને પારસમણ અડકે તેમ આ ભટ્ટજીના કાનને અડક. આર્યાછંદમાં આ આર્યા બોલતી હતી તેને અર્થ સમજવા ઘણું ધ્યાન આપ્યું છતાં તુંબડીમાં કાંકરાની પેઠે એક પણ અક્ષર સમજાય નહિ. ભટ્ટજીના અભિમાનનો આ છેલ્લે સમય હતો છતાં પણ મૂંછ ઉપર વળ દઈને તે આર્યાઓને ઉપહાસ કરો છોડ્યો નહિ. ભટ્ટજી બેલ્યા કે-હે માતાજી, તમે તો આ ગાથામાં ખૂબ ચકચકાટ કર્યો. જૈનઆર્યા પણ સમયની જાણકાર હોવાથી ઘણી મીઠાશથી બેલી કેભટ્ટ, નવું નવું તો એમ જ હોય. આ સાંભળીને ભટ્ટજીની ખટાશ મીઠાશમાં પરિણમી અને તેમને ભીષ્મપ્રતિજ્ઞા યાદ આવી. હરિ ભદ્રજી મહાશયે વિશેષ નમ્રતાપૂર્વક એ જૈન આર્યાને જણાવ્યું કેહે માતાજી, તમે મને તમારે ચેલે કરે અને જે ગાથા હમણું બોલ્યાં તે ગાથા કપા કરી સમજાવો. જૈન મહત્તરાએ તેટલી જ નમ્રતાથી જણાવ્યું કે-બાપુજી પુરુષને ચેલા કરવાનો, પુરષોને અર્થ સમજાવવાને અમારા આચાર નથી તો તમારે ચેલા થવાની ઈચ્છા હોય અને અર્થ સમજવાની ઈચ્છા હોય તો આ જ નગરમાં રહેતા અમારા ધર્માચાર્ય શ્રી જિનભટ્ટ મુનિજી પાસે જાઓ. હરિભદ્રજી તો પિતાની પ્રતિજ્ઞા મુજબ તે આર્યાની આજ્ઞાને શિરોધાર્ય સમજી તે જ સમયે શ્રીજિનભટ્ટ મુનિજી પાસે ગયા અને સાથે તે આર્યાશ્રીને પણ લીધા. વાચક, તને યાદ હશે કે તે હરિભદ્ર અને આ હરિભદ્રમાં આકાશ પાતાળ જેટલું અંતર પડી ગયું હતું. તે હરિભદ્ર માનના સ્તંભની પેઠે અક્કડ હતા, આ હરિભદ્ર વેત્રલતાની પેઠે ઘણું જ નરમ હતા. કાળની કહો કે કર્મની કહે,