________________
અકર્તવા–ભાઈ, તમારી એ વાત પણ બેટી છે. રાગદ્વેષ વિનાના ઈશ્વરને તે બધે સમભાવ જ હેય—એને વળી ભક્ત કણ અને દુશ્મન કોણ? અર્થાત ઈશ્વરને જગતને સરજનાર સાબિત કરવા માટે તમારી એક પણ જુક્તિ રીતસરની નથી.
કર્તાવા –ભાઈ, હવે અમે આ એક છેવટની દલીલ અજમાવીએ છીએ. જો પાંસરું પડયું તો ઠીક, નહિ તે હાર્યા તે છીએ જ. અમે એમ માનીએ છીએ કે ઈશ્વરને સ્વભાવ જ એવો છે, જે વડે જગતની રચના થયા કરે છે. અર્થાત્ જગતની રચના થવામાં ઈશ્વરના સ્વભાવ સિવાય બીજું કાંઈ કારણ નથી.
અકર્તાવા –ભાઈ, આ તે તમે ઠીક કહ્યું, પરંતુ જ્યારે તમો એમ માનવા તૈયાર થયા છો કે-ઇશ્વરના સ્વભાવથી જગતની રચના થયા કરે છે એને બદલે એમ માને કે-કમના સ્વભાવથી જગતની રચના થયા કરે છે, તે શો વાંધો આવે? છતે કર્મને સ્વભાવ મૂકીને, કરનાર તરીકે નહિ જણાતા ઇશ્વરની કલ્પના કરવી, અમને તે વ્યાજબી લાગતી નથી; માટે એકલા કર્મના સ્વભાવને જગતના કારણભૂત માનવો એ યુક્તિયુક્ત અને ભૂલ વિનાનું છે.
વળી, જેમ અમે તમોએ કરેલી કરવાપણને લીધે કરનારને સાબિત કરવાની કલ્પના ખોટી પાડી છે તેમ તે જાતની તમારી બીજી કલ્પનાઓ પણ બેટી પડે તેવી જ છે.
સંસારમાં એવી પણ ઘણી ચીજો અને ક્રિયાઓ થાય છે કે-જેને કરનાર બુદ્ધિવાળો ન જ હોય. આ વાત એક વાર કહી ગયા છીએ તે પણ વધારે સમજાવવા માટે જ એને અહીં ફરીવાર પણ કહીએ છીએ? ગગનમાં જે વિજળી ઝબકે છે તે કયા બુદ્ધિમાને બનાવી છે? ઊંધ માણસ જે ક્રિયા કરે છે તે શું તે વખતે બુદ્ધિવાળો હોય છે? અથર્તા એ બધું બુદ્ધિવાળા કરનાર સિવાય પણું બનતું જણાય છે માટે તમારી