________________
પ્રખરતત્ત્વવેત્તા શ્રીમાન હરિભદ્રસૂરિએ સંક્ષેપમાં જૈન દર્શન અને સાથેસાથ છ દર્શનનું સ્વરૂપ દર્શાવી “જૈન દર્શન” કેટલું અનુપમ તેમજ બુદ્ધિગ્રાહ્ય છે તે આ પુસ્તકમાં દર્શાવ્યું છે. આપણે શ્રી હરિભદ્રસૂરિના જીવનનું સંક્ષેપમાં અવલોકન કરીએ.
મૂળ ગ્રંથકર્તા શ્રી હરિભકસૂરિ હવે પ્રશ્ન એ થાય છે કે–ષદ્દર્શનસમુચ્ચય ગ્રંથન કર્તા કોણ? તેના સમાધાનમાં લખવાનું કે–શ્રી હરિભદ્રસૂરિએ અનેક ગ્રંથો રચા છે. તેમાં તેમણે કેટલાક ગ્રંથમાં છેવટની પુપિકામાં કર્તા તરીકે પરિચય આપ્યો છે. અને જ્યાં પિતે કર્તા તરીકેને પરિચય સ્પષ્ટ શબ્દોમાં નથી દર્શાવ્યો ત્યાં તે તે ગ્રંથના અન્ય પદ્ય કે પદાર્ધમાં વિરહ શબ્દના પ્રયોગથી પિતાની કૃતિ વ્યક્ત કરી છે, તે પ્રસ્તુત ગ્રંથને શ્રી હરિભદ્રસૂરિએ પોતાની કૃતિ તરીકે સ્પષ્ટ ઉલ્લેખ્યો છે કે “વિરહ શબ્દથી સૂચિત કર્યો છે. તે બેમાં કયું સાધક પ્રમાણ છે ?
- પ્રસ્તુત ગ્રંથના ૮૭ શ્લેકમાં આદિ કે અન્તના એક પણ શ્લોક વા કાર્યમાં શ્રી હરિભદ્રસૂરિની કૃતિનું સૂયક બેમાંથી એક પણ નિશાન સ્પષ્ટપણે પ્રતીત થતું નથી તે આ ગ્રંથ શ્રી હરિભદ્રજીની કૃતિ છે તેમ કેવી રીતે સાબિત થઈ શકે ? વળી અનેક ગ્રંથો મળી આવે છે કે જ્યાં તેમની કૃતિ તરીકેનું પ્રમાણુ સ્પષ્ટપણે ન મળે, પરંતુ અન્ય -સમર્થ આચાર્યોએ પોતપોતાના ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિની કૃતિ તરીકેનો ઉલ્લેખ કર્યો છે તેમ અહીં પણ સમજી લેવું. વળી સમાધાન માટે તે તેમના અને અન્ય અનેક ગ્રંથનું અવેલેકન ઘણું જ ઉપયોગી છે.
ગુજરાત પુરાતત્વ મંદિરના આચાર્ય શ્રી જિનવિજયજી જણાવે છે કે–મહાન તત્વજ્ઞ આચાર્ય હરિભદ્ર અને કુવલયમાલા કથાના કર્તા