________________
આજના જડવાદે માનવજાતિ માટે કેવી આફતો ઉત્પન્ન કરી છે?તેને સ્વસ્થ ચિત્તે વિચાર કરીએ તો જણાશે કે-જગતને વહેલા યા મહેડા જૈન દર્શનના સિદ્ધાંત રવીકાર્યા સિવાય છૂટકો નથી. આજના યુગમાં અનેક જાતની શોધખોળ થઈ રહી છે અને તેની પાછળ કરડે અને અબજો રૂપિયાના આંધણ મુકાય છે પરંતુ તેના બદલામાં આપણે શું સાંભળીએ છીએ?
નિત્ય નવાં નવાં ઔષધે તેમ હમેશાં અવનવા રોગો પણ વધતા જ જાય છે. નિત્ય નવા નવા કારખાનાઓ અને ફેકટરીઓ બંધાતી. જાય છે તેમ બેકારોની સંખ્યા પણ વધતી આવે છે. નિત્ય નવા-નવા હુન્નર-ઉદ્યોગે શોધાય છે તેમ બજારમાં અસાધારણ તેજી-મંદી આવી જાય છે. થોડા હુન્નર-ઉદ્યોગો હતા ત્યારે ગ્રાહક સંખ્યા વધુ હતી અને આજે હુન્નર ઉદ્યોગો વિપુલ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે ત્યારે ઘરાકી માટે બજારો મળતા નથી. હંમેશાં પેદા થતો ચેકબંધ માલ અપાવવા માટે એક રાજ્યને બીજા રાજ્ય પર દષ્ટિ દેડાવવી પડે છે.
આપણુમાં કહેવત પ્રચલિત છે કે–“જર જમીન ને જેરૂ, એ ત્રણ કજિયાના છોરૂ” જમીન માટે, પૈસા માટે કે સ્ત્રી માટે યુદ્ધો થતાં સાંભળ્યા છે પરંતુ માલ ખપાવવા માટે બજાર હાથ કરવા યુદ્ધ ચયાને કોઈ પણ સ્થળે નિર્દેશ નથી. આજના આ સુધરેલા ગણાતા જમાનામાં બજાર હાથ કરવા કરોડ માનવીઓને ઘાતકી સંહાર થઈ રહ્યો છે. આવી રીતે મનુષ્ય જાતિની સગવડ ખાતર જેટલાં સુખ ને સાધનો વધતાં જાય છે તેટલા પ્રમાણમાં તેના દુઃખ અને આપત્તિમાં વધારે જ થતો જાય છે.
જૈન દર્શન”માં આ ગુંચવાડાભર્યા સર્વ પ્રશ્નને ઉકેલ મળી આવે છે. જૈન દર્શનનું તત્વજ્ઞાન, તેને અધ્યાત્મવાદ, અનેકાંતદષ્ટિ, સપ્તભંગી અને નનું સ્વરૂપ અદિતીય છે. મહાન પંડિત અને