________________
– ૩૯ )
જરૂર રહેતી નથી. આ ત્રીજા વિશેષણથી એમના પૂજાતિશયને (પૂજાના અતિશય) સૂચવેલ છે. સત્ય તત્ત્વને પ્રકાશક
જેવી રીતે છે તેવી જ રીતે જીવ અજીવ વિગેરે તોને પ્રકાશિત કરીને સમજાવનાર. આ ચેથા વિશેષણથી જિનેંદ્ર દેવનો વચનાતિશય (વચનને અતિશય) જણાવેલ છે. સઘળાં કર્મોને નાશ કરીને પરમપદને પામેલો
- જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મ અને વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્ય-એ ચાર અઘાતી કર્મએ આઠે કર્મોના મૂળથી નાશ કરીને પરમ–અમર અને અજર-સ્થિતિને પામેલા આ વિશેણદારા સિદ્ધની અવસ્થાને કર્મ વિનાની અને જન્મ વિનાની કહેલી છે.
સુરત એટલે બુદ્ધ વિગેરે બીજા દે તે સિદ્ધની દશાને પામીને પણ પોતાને ધમ (તીથી પડી ભાંગ્યે ફરી વાર અવતાર લે છે. તેઓ કહે છે કે-“ધર્મરૂપ આરાને (તીર્થને) બાંધનારા અને પરમ પદે પહેચેલા જ્ઞાનીએ પિતાના તીર્થની અવનતિ જોઈને પાછા ફરી પણ સંસારમાં અવતાર લે છે.”
ખરી રીતે વિચારતાં તે આ જાતના જ્ઞાનીઓ, કર્મવાળા હોવાથી પરમપદ સુધી પહોંચેલા જ નથી હોતા. જો તેઓ કર્મ વિનાના થઈને મેક્ષપદ સુધી પહોંચી નહિ જન્મનારા થયા હતા તે તેઓને ફરીવાર અવતાર શી રીતે સંભવે ? કારણ કે-“જેમ બીજ બળી જતાં અંકુરે બે ઊગતો નથી તેમ કર્મરૂપ બીજ (કારણ) બળી જતાં અવતારરૂપ અં કરે ઊગી શકતા નથી.” પરમપદ સુધી પહોંચેલા આત્માઓને પણ કારણ પગે અવતાર માન, એ જાતની હકીકત પ્રબળ મોહવાળી છે એમ સિદ્ધસેન દિવાકરજીએ પણ આ રીતે કહ્યું છે“હે ભગવન્! તારા શાસનથી