________________
યાકિનીમહત્તરાનુ આચાર્યશ્રી હરિભદ્રસૂરિશ્વરકૃત અષદનસમુચ્ચયમાંથી શ્રી ગુણરત્નસૂરિની ટીકાવાળું
જૈનદર્શન
વેતાંબર મુનિઓના વેષ અને આચાર–
જન સંપ્રદાયને માનનારા બે પ્રકારના છે–વેતાંબર અને દિગંબર. તાંબરેને વેષ અને આચાર આ પ્રમાણે છે. તાંબર સાધુઓ પોતાની પાસે રજોહરણ (એ) અને મુહપત્તિ રાખે છે. હજામત ન કરાવતાં હાથવતી જ દાઢી અને મૂછ તથા માથાના વાળને ખેંચી કાઢે છે–એ તેઓનું મુખ્ય નિશાન છે. તેઓ નીચેના કપડા તરીકે ચળપટ પહેરે છે, ઉપરના કપડા તરીકે કપડે ઓઢે છે અને માથે કશું ય પહેરતા નથી–એ તેઓને વેષ છે. માર્ગે ચાલતાં, ઊડતાં કે બેસતાં કઈ પણું જીવને જરાય દુઃખ ન થાય તેવું તેઓ લક્ષ્ય રાખે છે–ચાલતી વખતે ધુંસરાપ્રમાણ માર્ગ ઉપર સ્થિર દૃષ્ટિ રાખીને તેઓ ચાલે છે. એલવામાં, આહારને મેળવવામાં, વસ્તુઓ લેવા-મૂકવામાં અને ખરચુ પાણું કરવામાં પણ તેઓ એક પણ જીવને જરાય ત્રાસ ન થાય તેવી કાળજી રાખે છે. મનને, તનને અને વચનને દાબમાં રાખે છે. મન, વચન અને કાયાથી હિંસા કરતા નથી, કરાવતા નથી અને કરવામાં અનુમતિ પણુ દેતા નથી. બધે ઠેકાણે અને હમેશાં સાચું બોલે છે. કેઈનું અણદીધું કાંઈ પણ કયારે ય લેતા નથી. નિત્ય મન, વચન અને કાયાને કરી બ્રહ્મચર્ય પાળે છે. કેઈ પ્રકારની ધર્મ–સામગ્રીમાં પણ મૂછ-મારા
-રાતા નથી, એ તેઓનાં પાંચ યાગ કે મહાવત છે. ક્રોધ, માન