________________
——(૩૧)
આ દર્શન કઈ સર્વજ્ઞાની હયાતી રવીકારતું નથી અને “સર્વજ્ઞ?ને સ્થાને વેદને જ સ્થાપે છે–“વેદે નિત્ય છે અને અપૌય છે”— એમ માને છે.
સૌથી પ્રથમ વેદને ભણવાની ભલામણ કરવામાં આવે છે અને વેદનાં પ્રેરણા–સૂચક વાને ધર્માચારનાં સૂત્ર ગણવામાં આવે છે. એ સિવાય બીજા કોઈને ગુરુ કે સર્વજ્ઞ માનતા નથી. તેઓ જનોઈને પખાળીને પાણીનું આચમન ત્રણ વાર લે છે. મીમાંસકે “બ્રાહ્મણે જ હોય છે–એઓ શદ્રોનું અન્ન લેતા નથી. ભટ્ટના મતમાં અને પ્રભાકરના મતમાં પણ પ્રમાણભેદ છે. પૂર્વમીમાંસાને માનનારા મીમાંસકે કુકર્મો કરતા નથી, જનાદિ પટ્ટકર્મોને કરે છે, બ્રહ્મસૂત્ર રાખે છે, ગૃહસ્થાશ્રમી હોય છે અને શૂદ્રોને ત્યાં અન્ન લેતા નથી. ઉત્તરમીમાંસાને માનનારા મીમાંસકે અદ્વૈતને જ માને છે. તેઓ પણ “બ્રાહ્મણે” જ હોય છે. તેઓને નામની પાછળ “ભગવત” શબ્દ યોજાએલે રહે છે અને તેઓ ચાર પ્રકારના છેઃ કુટીચર, બદક, હંસ અને પરમહંસ.
કટીચરઃ મઠમાં રહે છે, શિખાને રાખે છે, બ્રહ્મસૂત્ર પહેરે છે, ત્રિદંડી હોય છે, યજમાનને ત્યાં ભેજનાદિ લે છે અને એકાદ વાર પિતાના પુત્રને ત્યાં પણ જમે છે.
બદકઃ નદીકાંઠે રહે છે, સ્નાન કરે છે, બ્રાહ્મણના ઘરનું પણ નીરસ ભોજન લે છે અને “વિષ્ણુ ”ને જાપ જપે છે તથા વેષ તો કુટીચરની જે જ રાખે છે.
હંસઃ બ્રહ્મસૂત્ર અને શિખાને રાખતું નથી, કપાયેલું વસ્ત્ર પહેરે છે, દંડને રાખે છે, ગામડામાં એક રાત અને નગરમાં ત્રણ રાત રહે છે, જ્યારે ધૂમાડો નીકળતું બંધ થઈ જાય અને દેવતા ઓલવાઈ જાય તે સમયે બ્રાહ્મણને ઘરે ભિક્ષાવૃત્તિ કરે છે, તપ કરે છે અને સર્વત્ર પ્રવાસ કર્યો કરે છે.