________________
—(૨૯) પ્રમેય—એટલે પ્રમાણહારા જણાય તે-પદાર્થ.
–પદાર્થ માત્ર અનંત ધર્મ સહિત છે. તે જ સત્ પદાર્થ હોઈ શકે છે જે ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા-એ ત્રણે ધર્મોને આધાર હેય.
પ.વૈશેષિક દર્શન.૩૬
આ દર્શનમાં તો છે: દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય.
દ્રવ્ય–નવ છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. )
ગુણુ–પચ્ચીશ છેઃ સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ, સંખ્યા, સંયોગ, વિભાગ, પરિમાણ, પૃથકુવ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, ધર્મ, અધમ, પ્રયત્ન, સંસ્કાર, દ્વેષ, નેહ, ગુત્વ, દ્રવત્વ અને વેગ.
૩૭–પાંચ છે. ઉક્ષેપણુ, અવક્ષેપણું, આકુંચન, પ્રસારણ અને ગમન. આ સામાન્ય–બે છેઃ પરસામાન્ય અને અપસામાન્ય.
૩૬. આ દર્શનનું બીજું નામ “પાશુપત” કે “કાણુંદ ” દર્શન પણ છે. આ દર્શનને અનુસરનારા સાધુઓના વેષ અને આચાર સંબંધે નૈયાયિક દર્શન” ઉપરના ટિપણુ પ્રમાણે સમજી લેવાનું છે.
૩૭. “ કર્મ” શબ્દ અહીં ‘ક્રિયા” ને સૂચવે છે. ઉપર જણુંવેલાં પાંચ કર્મોમાં સંસારની ક્રિયામાત્રનો સમાવેશ થઈ શકે છે. ઉલ્લેપણુ-ઊંચે ફેંકવું, અવક્ષેપણુ–નીચે ફેંકવું, આકુંચન-સંકોચાવું, પ્રસારણ ફેલાવું અને ગમન-ગતિ કરવી ગમે તે રીતની ગતિ કરવી. વધુ વિચાર કરતાં તે “ગતિ ના અર્થમાં જ બધી ક્રિયાઓ સમાઈ જાય છે.
૩૮. વસ્તુ માત્રને જે “સત્તા ” ધર્મ તે પરસામાન્ય અને વ્યસત્તા ” “ગુણસત્તા” વગેરે જે વિશિષ્ટ સત્તા તે અપરસામાન્ય વધારે વ્યાપક સત્તા તે પરસામાન્ય અને અલ્પવ્યાપક સત્તા તે અપરસામાન્ય.