________________
–––(૧૫)
નિત્ય છે, એક છે, સર્વજ્ઞ છે અને એની બુદ્ધિ શાસ્વતી છે.
ભોજન લે છે, ઘણું કરીને વનમાં જ રહે છે, હાથમાં તુંબડું રાખે છે, કંદમૂળ અને ફળ ઉપર રહે છે અને પરોણાગત કરવામાં ઉક્ત હોય છે. એ બે જાતના હોય છે. સ્ત્રી વિનાના અને સ્ત્રીવાળા. તે બન્નેમાં સ્ત્રી વિનાને ઉત્તમ ગણવામાં આવે છે. એ જ બ્રહ્મચારી સંન્યાસીએ . પંચાનિતપ તપે છે અને હાથમાં તથા જટામાં પ્રાણલિંગધર (જે હોય છે. જ્યારે તેઓ સંયમની પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે તે નાગા જ રહે છે અને દાતણ કરીને, હાથ માં ધોઈને, શરીરે ભસ્મ લગાડીને શિવનું ધ્યાન કરે છે. તેઓને યજમાન જ્યારે નમસ્કાર કરે ત્યારે તે “ નમ: શિવા” એમ બેલે છે અને એ સંન્યાસી તો માત્ર નમ: શિવાજી એમ બેલે છે. એઓ “ઈશ્વરના અઢાર અવતારને આ પ્રમાણે ગણવે છે; નકુલી, કૌશિક, ગાર્ગ્યુ, , (અ)કૌષ, ઈશાન, પારાગ્ય, કપિલાંડ, મનુષ્યક, અપરકશિક, અત્રિ, પિંગલાક્ષ, પુષક, બૃહદા(ચ), અગસ્તિ, સંતાન, રાશકર અને વિદ્યાગુરુ. એ સાધુઓ “તપસ્વિ” પણ કહેવાય છે. તેઓના સર્વ તીર્થોમાં પૂજા કરનારા (પૂજાકારી–પૂજારી) ભરડાઓ હોય છે. એ સમ્મુખ રહીને દેવોને નમતા નથી, (પણું આડે દંડવત્ કરે છે) તેમાંના કેટલાંક વિકાર વિનાના તપસ્વીએ કહે છે કે, “જ્યાં ગંગા નથી, ફણ નથી, કપાલમાં માળા અને ચંદ્રની કળા નથી, (ખોળામાં) પાર્વતી નથી, (માથે) જટા નથી, (શરીર) વિભૂતિભસ્મ નથી અને બીજું પણ કાંઈ નથી તે રૂ૫ ઈશ્વરનું પુરાણું છે અને મુનિઓ પણ એ જ રૂપનું ધ્યાન કરે છે. જે આ રૂપ ગંગાવાળું, ફણીવાળું વા પાર્વતીવાળું છે તે તે ઈશ્વરનું અર્વાચીન રૂપ છે અને એ રૂપને તે બેલુબ્ધ પુઓ પૂજે છે. એ તપસ્વીઓના પ્રકાર ચાર છેઃ શિવ, પાશુપત, મહાવ્રતધર અને કાલમુખ. શો તે આ તૈયાયિક દર્શનને અનુસરનારા હોય છે. શિવજી તરફ ભક્તિને રાખતો વ્રતી “ભરટ” કહેવાય છે, ભરટ થવામાં કઈ