________________
––(૧૩);
સમુદય—એટલે રાગ અને દ્વેષ વગેરે કષાયોનું કારણ અથવા મમતા–અને મારું” એ ભાવ.
માર્ગ––એટલે “સંસ્કાર માત્ર ક્ષણિક છે એવી વાસના.
નિર–એટલે સર્વ પ્રકારને નિરોધ અર્થાત “નિધનું બીજું નામ નિર્વાણુ–મુક્તિ. ઘણું “વિહારે ” છે. એ સાધુઓ વિશેષે કરીને અધ્યાપનનું અને ઉપદેશનું કામ કરે છે. ત્યાંના કેટલાક મુખ્ય મુખ્ય સાધુઓ મોટાં મોટાં વિદ્યાપીઠો સ્થાપી પાલી ભાષા અને ત્રિપિટક ઉપરાંત સંસ્કૃત ભાષાને પણ શીખવવાનો પ્રયાસ કરે છે. ત્યાં ચાલતાં બૌદ્ધ પુસ્તક વિશેષે. કરીને પાલીભાષામાં અને સિંહલી લિપિમાં લખાએલાં છે. એ સમસ્ત બૌદ્ધ પુસ્તકે ત્રણ વિભાગમાં વહેંચાએલાં છેઃ સુત્તપિટક (જેમાં શ્રીબુદ્ધના વિહારો–પ્રવાસ અને ઉપદેશોનું વર્ણન છે ), વિનયપિટક ( જેમાં શ્રીબુદ્ધના અનુયાયીઓએ પાળવાના આચારો તથા પ્રાયશ્ચિત્ત: વગેરેનાં વિધાન છે) અને અભિધમ્મપિટક (જેમાં શ્રીબુદ્ધ-ધર્મને લગતું તત્વજ્ઞાન નોંધાએલું છે). હાલના બૌદ્ધ ભિક્ષુઓ બે પ્રકારે વહેંચાએલા છે; હીનયાન અને મહાયાન. કલબે તરફના બૌદ્ધો પ્રાયઃ હીનયાની ગણાય છે. કેલિંબો માં પ્રસિદ્ધ વિદ્યાપીઠ “વિદ્યોદય-પરિવેણુ” નામે છે અને પ્રસિદ્ધ સાધુ તરીકે એ વિદ્યાપીઠના અધ્યક્ષ સ્થવિર સુમંગલના શિષ્ય સ્થવિર જ્ઞાનેશ્વર છે. એએનું પૂજ્ય વૃક્ષ પીપળો” છે. અનુરાધાપુરના મંદિરમાં અત્યારે પણ બુદ્ધ ગયાથી આણેલી શાખામાંથી ઊગેલા ૨૫–૫૦ પીપળા ઊભેલા છે. ભારતવર્ષમાં કાશી, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી, કૌશાંબી વગેરે સ્થળે બુદ્ધ વિહરેલા હોવાથી ત્યાં ત્યાં ખોદકામ કરતાં અનેક બુદ્ધની મૂર્તિઓ (ઉભેલી વા બેઠેલી), સ્તૂપ, ધર્મચક્રો અને બીજાં પણ નિશાને મળેલાં છે. શ્રીગુણરત્નસૂરિજીએ જે “બુદ્ધમંદિરને “બુદ્ધાંડક” શબ્દથી લખેલાં છે તેવા પણ અનેક સ્તૂપ મગધ દેશમાં સારનાથ વગેરે