________________
––(૨૬૯ ) ન્યાયકુમુદચંદ્ર-મૂળકર્તા શ્રીઅકલંકદેવ (સમય આશરે વિકમની આઠમી સદી) અને વૃત્તિકાર પૂર્વોક્ત શ્રીપ્રભાચંદ્રસૂરિ. ૧૬૦૦૦ લેકપ્રમાણ.
આuપરીક્ષા, અષ્ટસહસી –ર્તા શ્રીવિદ્યાનંદસ્વામી. આ ગ્રંથકાર પૂર્વોક્ત શ્રીઅકલંકદેવ(રાજવાર્તિકકાર )ના સમસમી છે.
સિદ્ધાંતસાર–આ ગ્રંથ વિષે અને એના કર્તા વગેરે વિષે વિશેષ સ્પષ્ટ જણાયું નથી. આ વિષે એક સુવિસ્તર લેખ “જૈનહિતૈષી” માસિકમાં આવેલ છે તેને જોવાથી આ ગ્રંથ વિષે કાંઈ ભાંગીતૂટી માહિતી મળે ખરી. ( જુઓ જૈનહિતૈષીને ચૌદમો ભાગ, પૃ. ૧૨૦)
ન્યાયવિનિશ્ચયટીકા–કર્તા શ્રીઅકલંકભટ્ટ – અકલંકદેવ કે અકલંકભટ્ટ બને નામે એક જ વ્યક્તિનાં સૂચક છે એટલે “ન્યાયકુમુદચંદ્ર ના કર્તા અને આ ગ્રંથના કર્તા એ બન્ને એક જ છે.