________________
–-(૨૬૫)
જે હકીકત મૂળકારે નથી જણાવી તે પણ કેટલીક અહીં જણાવીએ છીએ –કણુદ, અક્ષપાદ, મીમાંસક અને સાંખ્યમતવાળા એમ જણું છે કે-બધી ઈદ્રિય પ્રાપ્યકારી જ છે. બૌધ્ધો જણાવે છે કે—કાન અને આંખ સિવાયની બધી ઈદ્રિ પ્રાપ્યકારી છે અને જેને આંખ સિવાય બીજી બધી ઈદ્રિયોને પ્રાયકારી માને છે.
શ્વેતાંબરના મુખ્ય ત—ગ્ર આ છે –સમ્મતિતર્ક, નયચક્રવાલ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, તસ્વાર્થ, પ્રમાણુવાતિક, પ્રમાણુમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંત જયપતાકા, અનેકાંતપ્રવેશ, ધર્મસંગ્રહણું અને પ્રમેયરત્નકોશ વિગેરે.
દિગંબરોના મુખ્ય મુખ્ય તર્ક-ગ્રંથે આ પ્રમાણે છેઃ–પ્રમેયકમલમાર્તડ, ન્યાયકુમુદચંદ્ર, આપ્તપરીક્ષા, અષ્ટસહસી, સિદ્ધાંતસાર અને ન્યાયવિનિશ્ચયટીકા વિગેરે. ઇતિ શ્રી તપગચ્છમાં સૂર્યસમાન દેવસુંદરસૂરિના શિષ્ય શ્રીગુણરત્નસૂરિએ બનાવેલી ષદનસમુચ્ચયની તર્ક રહસ્યદીપિકા નામની ટીકામાં જૈનમતના સ્વરૂપ અને નિર્ણયવાળે
ચેથાં અધિકાર સમાપ્ત.
૧ પ્રાપ્યકારી એટલે પદાર્થને સ્પર્શીને જ્ઞાન કરાવનારી(પ્રાપ્ય પામીને, કારી કરાવનારી) અર્થાત્ પદાર્થના સ્પર્શને પામીને જ્ઞાન કરાવનારી–અનુ.