________________
——(૨૪૯).
માનવામાં આવે તે આ પણ એક ગુણ છે–અવયવ અને અવયવી એ બે વચ્ચે જે કેવળ ભેદ જ માનવામાં આવે વા અભેદ જ માનવામાં આવે તો એ બનેને સંબંધ ઘટી શકતું નથી. પરંતુ જો કોઈ અપેક્ષાએ ભેદ અને કોઈ અપેક્ષાએ અભેદ એમ માનવામાં આવે તો જ એ બનેને સંબંધ બરાબર ઘટી શકે છે. આ રીતે સંબંધને ઘટાવવાની હકીકત સ્યાદ્વાદના માર્ગે જ સાધી શકાય એમ છે, માટે એને વિરોધ કરવો એ અનુચિત અને અયુક્ત છે. નાયિકે તે એ બે વચ્ચે એકાંત ભેદ માને છે. તેઓને અમે (જેને) આ પ્રમાણે પૂછીએ છીએ કે-અવયવ, અવયવીમાં શી રીતે રહે છે? શું એક ભાગે કરીને રહે છે કે સમસ્તપણે રહે છે ? જે “એક ભાગે કરીને રહે છે” એમ કહેવામાં આવે તો એ ઠીક નથી; કારણ કે, નૈયાયિકના મતમાં અવયવીને નિરવયવ (અવયવ વિનાનો) માનવામાં આવે છે માટે એમાં “એક ભાગે કરીને રહે છે” એવો ભાગ શી રીતે પાડી શકાય? વળી, જે તેઓ (નૈયાયિક) અવયવીને અવયવવાળો માનવાની હિમ્મત કરે અને અવયવ તથા અવયવી વચ્ચે અભેદ પણ સ્વીકારે તે અનેકાંતવાદને સ્વીકાર્યા જેવું થાય છે. કારણ કે–એ રીતે એક નિરંશ (અંશ વિનાના ) અવયવીને અનેક અવયવ થઈ જાય છે. હવે જો અવયવ અને અવયવી વચ્ચે ભેદ માનવામાં આવે તે “અવયવીમાં અવયવ એક ભાગે કરી રહે છે કે “સમસ્તપણે રહે છે” એવો પ્રશ્ન ફરીવાર થશે અને એ પ્રકારે પ્રવે કહ્યા એવા અનેક પ્રશ્નો થયા કરશે, જેને આરે જ આવશે નહિ અર્થાત અવસ્થા આવશે. હવે આ ભેદના સિદ્ધાંતમાં જ જે એમ માનવામાં આવે કે-અવયવીમાં અવયવ સમસ્તપણે રહે છે, તો તે પણ બરાબર નથી, કારણ કે એમ માનવાથી અનેક અવયવીઓ થવાને પ્રસંગ આવે છે–એક જ અવયવીમાં જેટલા અવયવો તેટલા જ અવયવીઓ થઈ જાય છે–આ પ્રકારે અવયવ અને અવયવી વચ્ચે ભેદ માનવામાં બરાબર બંધબેસતું આવતું નથી. હવે જે એ બે વચ્ચે