________________
(૨૪૮)––
સાંઠામાં લાકડાના કટકાની અપેક્ષાએ લંબાઈ અને વાંસડાની અપેક્ષાએ ટૂંકાપણું એમ બે વિરોધી સ્વભાવ પ્રત્યક્ષપણે જોઈ શકાય એમ છે. એક દેવદત્તમાં તેના પિતાની અપેક્ષાએ પરત્વ અને પુત્રની અપેક્ષાએ અપરત્વ એમ બે વિરુદ્ધ સ્વભાવો રહી શકે છે.નવે દ્રવ્યમાં રહેનારું દ્રવ્યત્વ–સામાન્ય રૂપ છે અને એ જ, ગુણ અને કર્મોથી છૂટું રહેતું હોવાથી વિશેષરૂપ છે–એ પ્રકારે એક જ દ્રવ્યત્વ, એક અપેક્ષાએ સામાન્યરૂપ છે અને બીજી અપેક્ષાએ વિશેષરૂપ છે અને એ જ રીતે ગુણત્વ અને કર્મવ પણું સામાન્યરૂપ અને વિશેષરૂપ થઈ શકે છે. એ પ્રકારે એક જ પદાર્થમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ એમ બે વિરુદ્ધ ધર્મોને ઘટાવનારા અને માનનારા અનેકાંતવાદની વિરુદ્ધ કેમ થઈ શકે ? વળી, તેઓ એક જ હેતના પાંચ રૂપ માને છે, એક જ પૃથિવીના પરમાણુમાં સત્ત્વ, દ્રવ્યત્વ, પૃથિવીત્વ અને પરમાણુત્વ અને બીજા પરમાણુઓથી તથા અન્ય (છેવટના) વિશેષથી જુદાપણું સ્વીકારે છે અને એ રીતે પરમાણુમાં પણ સામાન્ય-વિશેષપણું તેઓ માને છે. પરમાણુથી સર્વ વિગેરે ધર્મોને જુદા જ માનવામાં આવે તે તે ધર્મો, પરમાણુમાં રહી શકશે નહિ. એ જ રીતે દેવદતમાં સત્વ, વ્યત્વ અને આત્મત્વ તથા બીજાએથી જુદાઈ એ બધું રહેલું છે એટલે એમાં પણ સામાન્ય-વિશેષરૂપતા ઘટી રહી છે. એ જ પ્રકારે આકાશ વિગેરેમાં પણ એ પ્રમાણે બધું ઘટાવી લેવાનું છે અર્થાત એ નૈયાયિક વિગેરે વાદીઓ એક જ પદાર્થ માં બે વિરુદ્ધ ધર્મો–સામાન્ય અને વિશેષ–ને માનતા છતાં અનેકાંતવાદને વિરોધ કેમ કરીને કરે? વળી, દરેક પરમાણુઓમાં સરખી આકૃતિ, સરખા ગુણ અને સરખી ક્રિયા તથા પરસ્પરનું વિલક્ષણપણું –એ પરસ્પર વિરુદ્ધતાવાળા ધર્મો રહે છે માટે જ સ્વાદાદની સાબિતી થઈ શકે છે એ પ્રકારે તૈયાયિક અને વૈશેષિકે પગલે પગલે સ્યાદ્વાદના ઘેરણને અનુસરીને ચાલતા છતાં તેનું અનુસરણ ન કરે અને ઊલટું તેની સામા થાય એ તે એક હસવા જેવી હકીકત છે. સ્યાદ્વાદને એટલે અનેકાંતમાને