________________
( ૨૨૫) પદાર્થો અને તેના સ્વભાવને જાણવાની ખાસ જરૂર છે માટે જ એમ નક્કી કરવું ઉચિત છે કે જે કપડાના ગુણે કે ધર્મો છે તેઓ પણ કોઈ અપેક્ષાએ ઘડાના હેઈ શકે છે અને છે. આ વિષે ભાષ્યકારે એમ જણાવ્યું છે કે–“જેના જાણ્યા સિવાય જેનું જ્ઞાન થઈ શકે નહિ અને જેના જાણવાથી જેનું જ્ઞાન થઈ શકે એ બન્ને વચ્ચે ચકકસ કે પ્રકારને સંબંધ હે જોઈએ-જેમ ઘડે અને એના રૂપ વિગેરે ગુણે વચ્ચે ધર્મ—ધર્મભાવ નામને સંબંધ છે તેમ એ બે વચ્ચે પણ એ જ સંબંધ શા માટે ન હોય ?” માટે હવે આ વાત નકકી થાય છે કેજે કપ વિગેરેના ગુણ કે ધર્મો છે તે કોઈ અપેક્ષાએ ઘડાની સાથે પણ સંબંધ ધરાવી રહ્યા છે. જે પર-પર્યા છે તે, સ્વ-પર્યા કરતાં અનંતગણું છે અને એ બને મળીને જેટલા સર્વ દ્રવ્યોના પર્યાય છે તેટલા છે. આ હકીક્તને ઋષિઓએ પણ આચારાંગ-સૂત્રમાં કે આપે છે. એમાં જણાવ્યું છે કે “જે એકને જાણે છે તે બધાને જાણે છે અને જે બધાને જાણે છે તે એકને પણ જાણે છે” અર્થાત જે મનુષ્ય. માત્ર એક જ પદાર્થને એના બધા સ્વ–પરપર્યાય સહિત એટલે એની અતીત દશા, વર્તમાન દશા અને ભવિષ્યની દશા એ બધું જાણ હોય તે જ મનુષ્ય બધું જાણી શકે છે અને જે મનુષ્ય એ બધું એટલે પદાર્થની અતીત દશા વિગેરે જાણતો હોય તે જ મનુષ્ય એક પદાર્થને ખરેખરી રીતે જાણી શકે છે. આ જ હકીકતને બીજે ઠેકાણે પણ આ રીતે જણાવી છે –“જેણે બધી રીતે એક પદાર્થને જે છે તેણે બધી રીતે બધા પદાર્થોને જોયા છે. અને જેણે બધી રીતે બધા પદાર્થોને જોયા છે તેણે એક પદાર્થને પણ બધી રીતે જે છે” ઉપર જણાવ્યું હતું કે પ્રમાણવડે જે જે પદાર્થનું જ્ઞાન થાય છે તે પ્રત્યેક પદાર્થ, અનંત ધર્મવાળે છે અર્થાત પ્રમાણને વિષય અનંત ધર્મવાળી વસ્તુ જ એ હકીકત હવે તદ્દન વિવાદ વિનાની થઈ ગઈ છે.
જુઓ આચાર–અંગસુત્ર અ. ૩, ઉ૦ ૪ (પૃ. ૧૭૧ સ૦):-અનુ.
૧૫