________________
(૨૧૪)–– છે તેથી એ, એ આકારરૂપ રત છે અને બીજા મુગટ વિગેરેના આકાર-- ક્ષે અસત છે. એ આકાર છે પણ એ એને ગોળ-આકાર છે તેથી એ, ગોળ આકારરૂપે સત છે અને બીજા આકારરૂપે અસત છે. ગળઆકારમાં પણ જે એ ઘડાને જ ગળ-આકાર છે તે રૂપે જ એ સતત છે અને બીજા ગોળ આકાર રૂપે અસ્ત છે. એને પિતાને ગોળ આકાર પણ એનાં પોતાનાં જ પરમાણુઓથી બનેલું છે માટે તે રૂપે એ ત છે અને બીજું પરમાણુઓની અપેક્ષાએ એ અસત છે. આ જ પ્રકારે બીજા જે જે ધર્મવડે ઘડાને ઘટાવવામાં આવે છે, તેને પિતાને પર્યાય છે અને એ સિવાયના બીજા બધા એના પર-પર્યાય છે. એ રીતે દ્રવ્યની અપેક્ષાએ ફક્ત એક ઘડાના થડા વ-પર્યા છે અને પર-પર્યાય તે અનંત છે. એ રીતે એક દ્રવ્યની જ અપેક્ષાએ ઘડાની વિચારણા થઈ હવે ક્ષેત્રની અપેક્ષાએ ઘડની વિચારણા આ પ્રમાણે છે—ક્ષેત્રની અપેક્ષાએ જેતા ઘડે ત્રણે લોકમાં વર્તે છે એટલે ત્રણે લેકમાં વર્તવાપણું એ ઘડાને પિતાને પર્યાય છે, અને એ પર્યાય બીજો કોઈ પરપર્યાય હેત નથી. ત્રણે લકમાં વર્તતે પણ આ ઘડે તિર્યલોકમાં છે માટે એ, એ રૂપે સત છે અને ઉર્ધ્વ કે અધેલકમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. એમાં પણ એ ઘડે જંબુદ્વીપમાં રહેતો હોવાથી એ રૂપે સત છે અને બીજા દીમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. એમાં પણ ભરતક્ષેત્રમાં રહેતા હોવાથી એ રૂપે સત છે અને બીજા ક્ષેત્રોમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. ભરતક્ષેત્રમાં પણ પાટલે પુરમાં રહેતે હેવાથી એ રૂપે સત્ છે અને બીજા નગરમાં વર્તવાની અપેક્ષાએ અસત્ છે. પાટલીપુરમાં પણ દેવદત્તભાઈના ઘરમાં રહેતા હોવાથી એ રૂપે સત્ છે અને બીજાના ઘરમાં રહેવાની અપેક્ષાએ અસત છે. ઘરમાં પણ ઘરના એક ખૂણામાં રહેતું હોવાથી એ રૂપે સત છે અને બીજા ખૂણું વિગેરેમાં રહેવાની અપેક્ષાએ અસત છે. ઘરના ખૂણામાં પણ એ, જેટલા આકાશના. ભાગને રોકે છે એ રૂપે સત છે અને બાકીના આકાશના ભાગને નહિ.