________________
( ૧૩ર – ભાવ આખા કાકાશમાં વ્યાપી રહેલ હોવાથી એના પ્રદેશે પણ
કાકાશના પ્રદેશની જેટલા હોય છે. વળી એ “ધર્મ” નામને ભાવ ગતિ કરતાં જીવ અને પુદ્ગલેને સહાય કરતે હોવાથી એઓને ઉપકારક છે અર્થાત એ, એઓની (જીવ અને પુદ્ગલની) ગતિનું અપેક્ષા–કારણ છે. કારણે ત્રણ જાતનાં હોય છે અને તે આ પ્રમાણે છે – : ૧. પરિણમી કારણ ૨. નિમિત્ત કારણ અને ૩. નિર્વતક કારણ. ઘડાનું પરિણામી કારણ માટી છે, કારણ કે માટી પિોતે જ ઘડાના આકારમાં પરિણમી જાય છે–પલટાઈ જાય છે. ઘડાનું નિમિત્ત કારણુ લાકડાને કટકે અને ચાકડે વિગેરે છે, કારણ કે એ નિમિત્ત સિવાય ઘડાને બનાવી શકાતું નથી અને કુંભાર પતે ઘડાને પેદા કરનાર હોવાથી એનું એ પેદા કરનારું (નિર્વક) કારણ છે. બીજા ગ્રંથમાં પણ કારણેની વ્યાખ્યા આ જ પ્રમાણે જણાવી છે. જેમ કે-“ઘડાનું નિવેતક કારણુ કુંભાર છે, ઘડાનું નિમિત્તે કારણે એને પરાગ છે અને ઘડાનું પરિણામી કારણ માટી છે-એ પ્રકારે કારણે માત્રના ત્રણ ભાગ થઈ શકે છે.” તેમાંના નિમિત્ત કારણના જે બે ભાગ છે તે આ પ્રમાણે છે–એક નિમિત્ત કારણ અને બીજું અપેક્ષા કારણ–સંસારમાં જણાતી બધી ક્રિયાઓ બે પ્રકારની છે;–એક પ્રાયોગિકી અને બીજી વૈઋસિક. જે ક્રિયા કરતાં કોઈ પ્રકારને પ્રગ કરે પડે એનું (એ ક્રિયાનું નામ પ્રાયોગિકી ક્રિયા છે અને જે ક્રિયાને થવામાં કોઈ જાતના માનવી પ્રયોગની જરૂર ન પડે. એ ડ્યિાનું નામ વૈઋસિકી ક્રિયા છે. જે સાધનામાં એ બને જાતની ક્રિયાઓ થતી. હેય તેનું નામ નિમિત્ત-કારણ છે અને એ જ નિમિત્ત-કારણેમાં જે અસાધારણ નિમિત્તો છે તેનું નામ અપેક્ષા–કારણુ છે. ચાકડે અને ચાકડો ફેરવવાની લાકડી-એ બધામાં એ બને જાતની ક્રિયાઓ થાય છે માટે એ (ચાકડે વિગેરે) ઘડાનાં નિમિત્તે કારણે છે અને ધર્મ અને અધર્મ વિગેરેમાં માત્ર એક વૈસિકી ક્રિયા થાય છે માટે એ નિમિત્ત