________________
( ૧૨૬)––
વાથી શમીનું અવક્ષરણ થઈ જાય છે, વેલા વિગેરે ભીંત ઉપર ચડી જાય છે, લજજાવંતી વિગેરેના રોપાઓ હાથ અડકતાં જ તદ્દત પ્રત્યક્ષપણે સંકોચ પામે છે. અથવા વનસ્પતિ માત્ર અમુક અમુક ઋતુમાં જ ફળ આપે છે–એ બધા ઉપર કહેલા ગુણે જ્ઞાન સિવાય સંભવી શકતા નથી, માટે વનસ્પતિઓમાં એ ગુણોની હયાતી હોવાથી એમાં જ્ઞાનનું હેવાપણું અને એને લીધે ચૈતન્યનું હવાપણું પણ સ્પષ્ટપણે સાબિત થઈ શકે છે. વળી જેમ હાથ, પગ કે બીજો કોઈ અવયવ કપાયા પછી મનુષ્યનું શરીર સૂકાય છે તેમ વનસ્પતિનું શરીર પણ પાંદડાં, ફળ અને ફૂલે કપાયા પછી કરમાઈ–સૂકાદ–જાય છે, એ નજરોનજરની હકીકત છે. તથા જેમ મનુષ્યનું શરીર માતાનું દૂધ, શાક અને ચોખા વિગેરેને આહાર કરે છે તેમ વનસ્પતિનું શરીર પણ પૃથ્વી અને પાણી વિગેરેને આહાર કરે છે. જે વનસ્પતિમાં સજીવપણું ન હેત તે એમાં આહાર કરવાની શક્તિ શી રીતે સંભવે ? માટે વનસ્પતિને સચેતન માનવામાં હવે કઈ જાતને વધે આવે તેમ નથી. વળી, જેમ મનુષ્યનું આયુષ્ય માપસર હોય છે તેમ વનસ્પતિનું આયુષ્ય પણ માપસર છે. વનસ્પતિનું વધારેમાં વધારે આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે, તથા જેમ ગમતું મળવાથી મનુષ્યનું શરીર વધે છે અને અણગમતું મળવાથી મનુષ્યનું શરીર ઘટે છે તેમ અને તે જ હેતુથી વનસ્પતિના શરીરને વધારે અને ઘટાડે થયા કરે છે. વળી, મનુષ્યના શરીરને રોગો થવાને લીધે જેમ પીળાપણું, પેટનું વધી જવું, સેઝ ચડે, પાતળાપણું અને આંગળાં વિગેરેનું વાંકાપણું તથા ખરી જવાપણું થઈ જાય છે તેમ વનસ્પતિના શરીરને પણ એ જાતના રોગો થવાને લીધે ફૂલ, ફળ, પાંદડાં અને છાલ વિગેરેમાં એ જ પ્રકારના વિકાર થઈ જાય છે, એ બધાને રંગ બદલાઈ જાય છે, એ બધાં ખરી પડે છે અને વખતે વખતે એમાંથી પાણી પણ કરે છે અર્થાત મનુષ્યની પેઠે વનસ્પતિને રેગ પણ થયા કરે છે. વળી, જેમ ઔષધના પ્રયોગથી મનુષ્યનું શરીર નિરોગી બને છે, એનાં