________________
---(૧૨૫)' દેખાય છે અને તેમ દેખાતું હોવાથી એ સ્પષ્ટપણે ચેતનાવાળું મનાય છે તેમ વનસ્પતિને દેહ પણ એ ચારે દિશાઓને અનુભવે છે, જેમ કે કેતકનું ઝાડ બાળરૂપે, યુવાનરૂપે અને ઘરડારૂપે દેખાય છે માટે એક પુરુષના શરીરની જેવું હોવાથી સચેતન છે. વળી, જેમ મનુષ્યનું શરીર નિરંતર જુદી જુદી અવસ્થાઓને અનુભવતું નિયમિત રીતે વધ્યા કરે છે તેમ અંકુ, કિસલય, ડાળ, પેટા ડાળ વિગેરે અનેક અવસ્થાઓને અનુભવતું વનસ્પતિ–શરીર પણ વધ્યા કરે છે માટે જ એ સચેતન છે. વળી, જેમ મનુષ્યના શરીરમાં જ્ઞાનને સંબંધ છે તેમ વનસ્પતિના શરીરમાં પણ જ્ઞાનને સંબંધ છે–ખીજડે, પ્રપુત્રાટ, સિધ્ધસર, કાસુંદક, વઘુલે, અગથિઓ, આમલી અને કાડિ વિગેરે વનસ્પતિઓ સુઇને જાગે છે માટે: જ એમાં જ્ઞાનની હયાતી જાણી શકાય છે. વળી, તેમાં મૂચ્છ પણ રહેલી જણાય છે, કારણ કે એ વૃક્ષો પિતાનાં મૂળની નીચે ધનના ચસને દાબી રાખે છે વા એ ચરઓને મૂળિયાંથી વીંટી લે છે. તથા વડ, પીપળો અને લિંબડે વિગેરેના અંકુરાઓ ચેમાસાના વરસાદની ગજેનાથી અને ઠંડા વાયુના સ્પર્શથી ઊગી નીકળે છે એટલે એ વનસ્પતિઓમાં શબ્દને ઓળખવાની કે સ્પર્શને પારખવાની શક્તિ પણ રહેલી છે. તથા અશેકના ઝાડને પાંદડાં અને ફલો ત્યારે જ આવે છે જ્યારે એને ઝાંઝરવાળી અને મદવાળી સ્ત્રી પોતાના કોમળ પગો વડે ઠોકરે ચડાવે. ફણસ ના ઝાડને જ્યારે કોઈ જુવાન સ્ત્રી આલિંગન આપે ત્યારે ફૂલ અને પાંદડાં આવે છે. જ્યારે સુગંધી દારૂને કાગળે નાખવામાં આવે ત્યારે બકુલ(બાવળ?)ના ઝાડને પાંદડાં અને ફૂલે આવે છે. સુગંધી અને એકખું પાણી સિંચવાથી ચંપાના ઝાડને પાંદડાં અને ફૂલો આવે છે. કટાક્ષપૂર્વક સામે જોવાથી તિલક(તલ ?)ના ઝાડને પાંદડાં અને ફૂલ આવે છે. પાંચમાં સ્વરના ઉદ્ગારથી શિરીષનાં અને વિરહકનાં ફૂલો ખરી જાય છે. કમળે વિગેરે સવારે જ ખીલે છે, ઘોષાતકી વિગેરેનાં ફૂલે સાંજે ખીલે છે, કુમુદ વિગેરે ચંદ્રમા ઊગ્યા પછી જ ખીલે છે તથા પાસે વરસાદ પડ