________________
( ૧૨૨ )~~~
હેતુ નથી-માટે પાણી પણ જીવવાળું છે, એ હકીકત સ્પષ્ટપણે સાબિત થઇ શકે એવી છે. કદાચ એમ કહેવામાં આવે કે, કેટલીએક વાર ઉકરડાના કચરામાંથી ખા નીકળતા જાય છે, અને એ બાના કાઈ હેતુ હોય એમ મનાતુ નથી તેથી પાણીમાંથી નીકળતા ખા પણ એ ઉકરડાના જ માની પેઠે શી રીતે અહેતુક ન હાઇ શકે? એનુ સમાધાન આ પ્રમાણે છે:-ઉકરડામાં પણ જે ઉષ્ણુતા રહેલી છે અને એમાંથી જે ખાફ નીકળે છે તેનું કારણ તેમાં પેદા થએલા જીવાનાં મૃતશરીરા છે અર્થાત્ ઉકરડાને બાફ અને એને ઉષ્ણુ સ્પર્શે એ બન્ને પણ કાંઇ અકારણ નથી કિંતુ કારણવાળા જ છે. અહીં કદાચ એમ પૂછવામાં આવે કે, જીવાનાં મૃત-શરી। બાફનાં કે ઉષ્ણુ સ્પર્ધાનાં કારણ શી રીતે થઈ શકે? તેનું સમાધાન આ પ્રમાણે છેઃ-જેમ ખળી ગએલા પાણા ઉપર પાણી છાંટવાથી તેમાંથી ખાફ નીકળે છે તેમ આ ઠેકાણેચી પણુ જે ખાફ્ નીકળે છે તેનું કારણ ઠંડી છે. આ રીતે બીજે ઠેકાણે પણ બાક્નુ અને ઉષ્ણુસ્પનું કારણ કયાંય સચિત્ત પદાર્થોં છે અને ક્યાંય અચિત્ત પદાર્થોં છે, એમ સમજી લેવાનું છે. આ જ પ્રકારે શીઆળાની મેાસમમાં પર્વતની તળાટીમાં અને પાસે ક્ષેાની નીચે જે ઉષ્ણતાને અનુભવ થાય છે તેને પણ મનુષ્યના શરીરમાં રહેલા ઉષ્ણુસ્પર્શ'ની પેઠે જીવ—હેતુક સમજવાના છે. એ જ પ્રકારે ખરા ઉનાળામાં બહારના સખત તાપને લીધે જેમ મનુષ્યના શરીરમાં રહેલા તૈજસ શરીરરૂપ અગ્નિ મંદ પડી જાય છે અને તેથી મનુષ્યનું શરીર ઠંડ ુ દેખાય છે તેમ જ પાણીમાં જણાતા ઢંડા સ્પ વિષે પણ સમજવાનું છે અર્થાત્ જેમ મનુષ્ય-શરીરને ઠંડા સ્પર્શે જીવ-હેતુક છે તેમ પાણીમાં જાતે ઠંડા સ્પર્શે પણ જીવ–હેતુક જ છે. આ રીતે અનેક યુક્તિથી પૃથિવીની પેઠે પાણીને પણ જીવવાળું સમજી લેવાનું છે.
હવે અગ્નિને પણ્ સવ તરીકે સમજવાના છે અને તેની યુક્તિ