________________
જાતને અનુભવ તે પ્રાણી માત્રને થાય છે માટે એમાં કઈ જાતને વિવાદ હેઈ શકે નહિ. વળી જે એ બધા ધર્મોની સાથે જીવને તત એક જ માનવામાં આવે તો, “આ, ધર્મ( ગુણ)વાળો છે, અને આ એના ધર્મો છે” એ જાતની જુદી જુદી બુદ્ધિ પણ શી રીતે થશે? વળી, જીવ અને એના ગુણ કે ધર્મો વચ્ચે જે તદ્દત અભેદ જ માનવામાં આવે તે જીવ અને ગુણે એમ બે વાત ટકી શકે જ નહિ; કિંતુ કે તે એકલે જીવ જ ટકે વા એના ગુણે જ ટકે. એમ થવાને લીધે
મારું જ્ઞાન, મારું દર્શન–વિગેરે જે ગુણેને ખ્યાલ તદ્દન જુદે આવે છે તે શી રીતે આવી શકે? એ જાતને તદ્દન જુદે ખ્યાલ પણ સૌ. ઈને આવે છે, માટે જ્ઞાન, દર્શન અને સુખ વિગેરે ધર્મોથી જીવને જુદે પણ માનવો જોઈએ અને એક પણું માન જોઈએ. કિંતુ જે વૈશેષિક મતવાળાઓ ધર્મ અને ધર્મો વચ્ચે એકલી જુદાઈને જ માને છે અને બૌદ્ધમતવાળાઓ ધર્મ અને ધર્મી વચ્ચે એકલા અભેદને જ ગણે છે તે બન્નેનું માનવું બરાબર વ્યાજબી જણાતું નથી. વળી, આત્માને કવશે કરીને અનેક ગતિઓમાં ભમવું પડે છે અને અનેક શરીરને ધારણ કરવા પડે છે માટે આત્મા પરિણામી (પરિણામ પામના) નિત્ય છે એમ માનવું ઘટે છે, કિંતુ જે ચાકમતવાળાઓ એને નિત્ય જ માનતા નથી અને તૈયાયિકમતવાળાએ એને અપરિણમી નિત્ય એટલે જેમાં કશે ફેરફાર થઈ શકે નહિ એ જ માને છે તે પણ યુનિયુક્ત જણાતું નથી. વળી, આત્મા સારાં અને નઠારા કર્મો કરનારે છે તથા પિલે કરેલાં કર્મ-ફળોને મુખ્યપણે ભેગવનારે પણ એ જ છે–એથી આત્મા કર્તા પણ છે અને ભક્તા પણ છે-એમ માનવું આવશ્યક છે. કિંતુ જે સાંખ્યમતવાળાઓ એને (આત્માને) અક્ત માને છે અને ગૌણપણે ભક્તા માને છે તે કાંઈ વ્યાજબી જણાતું નથી. વળી, આત્માનું મુખ્ય નિશાન ચૈતન્ય એટલે જ્ઞાન છે—અને એ બે પ્રકારનું છે–સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન. અર્થાત્ આત્મા ચૈતન્યસ્વરૂપ છે.