________________
પુરૂષસૂક્તની સૃષ્ટિ त्रिपादूर्ध्व उदैत्पुरुषः पादोस्येहा भवत्पुनः। ततो विष्वळ्यक्रामत् साशनानशने अभि ॥
( s ૨૦ / ૧૦. ૪) અર્થ—જે ત્રણ હિસ્સા સંસારસ્પર્શથી રહિત છે, તે હમેશાં શુદ્ધ પુરુષરૂપે નિર્લેપ રહે છે. શેષ એક પાદ માયાથી લિપ્ત થઈ જગત રૂપે બને છે. માયાને વેગે તે એક પાદ નર તિર્યંચ આદિ વિવિધ રૂપે અર્થાત સાશન=ભોજન વ્યવહાર સહિત ચેતન અને અનશન=ભોજન વ્યવહારરહિત જડથી વ્યાપ્ત થઈ જાય છે.
तस्माद्विरालजायत विराजोऽधिपूरुषः । स जातोऽत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः ॥
(૨૦ ૨૦ ૧) અર્થ–તે આદિ પુરૂષથી વિરબ્રહ્માંડદેહ ઉત્પન્ન થયો. તે આદિપુરૂષ તે વિરહમાં પ્રવેશ કરી બ્રહ્માંડાભિમાની દેવતારૂ૫ છવ બન્યું. તેનું નામ વિરા પુરૂષ યા અધિપુરૂષ. ત્યારપછી તે વિરા પુરૂષ દેવતા તિર્યંચ મનુષ્યાદિ પ્રાણુરૂપે બન્યો, અર્થાત વિરાથી જુદો પડ્યો. પછી તેણે ભૂમિ સજી અને પુર એટલે શરીર સાત ધાતુથી પુર્યા–અર્થાત જીવોનાં શરીરની સૃષ્ટિ કરી.
यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत। वसन्तोऽस्यासीदाज्यं ग्रीष्मइध्मः शरद्धविः ।।
( ૦ ૨૦. ૨૦. ૬) અર્થ–ઉત્તર સૃષ્ટિની સિદ્ધિ માટે બાહ્ય દ્રવ્ય ન હોવાથી દેવોએ યજ્ઞ માંડ્યો. તે યજ્ઞમાં દેવોએ વિરાટુ પુરૂષને હવિ બનાવ્યો. તે યજ્ઞ માનસિક હતો એટલે પુરૂષને આગમાં હોમવાને બદલે સંકલ્પ માત્રથી તે પુરૂષને પશુ માની યજ્ઞસ્તંભમાં બાંધી હવિરૂપે મનમાં કલ્પના કરી. વસંત ઋતુજ એ યજ્ઞમાં ઘી હતું. ગ્રીષ્મ ઋતુ ઈધણાં અને શર ઋતુ હવિ તરીકે માનવામાં આવી.