________________
-
-
--
--
સજન-વિનાશવાદ
૫૭.
હતું, યા અંધકાર હતો કે અસદ્ હતું એમ શા માટે કહ્યું? કદાચ વિષ્ણુ કે રૂદ્ર નિદ્રાવસ્થામાં હતા, તો તેથી શું તેમની હયાતી મટી ગઈ હતી ? નિદ્રાવસ્થામાં શું તેમની ક્યાતી ન દર્શાવી શકાય ? ખરી વાત તો એ છે કે પુરાણે પક્ષપાતથી રચાયાં છે. શિવપુરાણે શિવનું માહામ્ય બતાવ્યું અને વિષ્ણુની નિંદા કરી, તો વિષ્ણુપુરાણે વિષ્ણુનું માહાસ્ય દર્શાવ્યું અને શિવની નિંદા કરી. બ્રહ્મપુરાણે બ્રહ્માનું સર્વ સામર્થ્ય બતાવ્યું તો દેવી ભાગવતે દેવી કે શક્તિનું જ સામર્થ્ય ગાયું. વેદમાં જે પ્રલયકાલની અવસ્થામાં કોઈ એક વ્યક્તિ હોવાનો ખુલાસો હોત તો પુરાણમાં આ મતભેદો ઉપસ્થિત થાત નહિ, કારણકે પુરાણકારે વેદને તો સર્વોપરિ પ્રમાણ તરીકે સ્વીકારે છે.
સૃષ્ટિની આરંભાવસ્થાના મતભેદ. જેમ પ્રલયાવસ્થાના મતભેદો દર્શાવ્યા તેમ સૃષ્ટિની પ્રારંભાવસ્થામાં પણ એવા જ મતભેદે વેદવિભાગમાં જોવામાં આવે છે, તે આ પ્રમાણે
देवानां युगे प्रथमेऽसतः सदजायत । तदाशाअन्वजायन्त तदुत्तानपदस्परि॥
| (ws ૨૦. કરો રૂ) અર્થ–દેવતાઓની સૃષ્ટિ પહેલાં અર્થાત સૃષ્ટિના આરંભમાં અસહ્માંથી સત ઉત્પન્ન થયું, તેના પછી દિશાઓ ઉત્પન્ન થઈ અને ત્યારબાદ ઉત્તાનપદ–વૃક્ષો ઉત્પન્ન થયાં.
भूर्जज्ञ उत्तानपदो भुव आशा अजायन्त । अदितेर्दक्षोअजायत दक्षाद्वदितिः परि ॥
( ૧૦ | ૭૨ ૪) અર્થ–ભૂમિએ વૃક્ષ પેદા કર્યો. જમીનમાંથી દિશાઓ ઉત્પન્ન થઈ. અદિતિમાંથી દક્ષ પેદા થયો અને દક્ષમાંથી વળી અદિતિ ઉત્પન્ન થઈ.
આ ઋચાઓને અર્થ પ્રાયે સાયણ ભાષ્યને અનુસાર લખવામાં આવે છે.