________________
३६८
સુષ્ટિવાદ અને ઈશ્વર
શ્રીમહા-ગૌતમ! તેમાં તે કદાચ કઈ પ્રદેશ ફરસ્યા વિનાને પણ મળી જશે પણ આખા લેકની અંદર એક પ્રદેશ એ નહિ મળે કે જે એકેક જીવના જન્મમરણના સંસર્ગ વિના ખાલી રહી ગયો હોય. તદુર–
लोगस्स य सासयं भावं, संसारस्स य अणादिभावं, जीवस्स य णिच्चभावं, कम्मबहुत्तं, जम्मणमरणबाहुल्लं च पडुच्च नत्थि केइ परमाणुपोग्गलमेत्तेवि पएसे जत्थ णं अयं जीवे न जाए वा न मए वावि से तेणठेणं तं चेव जाव न मए વારિ |
* (મા. ૧૨-૭૩ સૂ૦ ૪૭) અર્થ–લેક શાશ્વત છે, સંસાર અનાદિ છે, જીવ નિત્ય છે, કર્મની બહુલતા છે, જન્મ મરણનું બાહુલ્ય છે, એ બધાં કારણથી લોકમાં પરમાણુ માત્ર જગ્યા જન્મમરણ વિના ખાલી રહી નથી, એ કારણ ખાલી ન રહેવાનું છે.
કવિભાગ. ઉપર જણાવવામાં આવ્યું છે કે લોકાકાશ અને અલોકાકાશની વચ્ચે સીમાદર્શક ભેદજનક કઈ વસ્તુ, રેખા, નદી કે પહાડ નથી. આકાશ અને એકજ ગુણ અને સ્વભાવવાળા છે. ભેદ હેય તે તે વાસ્તવિક નહિ પણ ઉપાધિકૃત છે. તે ઉપાધિ ધર્મસ્તિકાયાદિ પાંચ દ્રવ્યને સોગ છે. એવી રીતે લોકાકાશમાં પણ ઉર્વ અધે અને તિર્યની ઉપાધિથી ત્રણ ભેદ છે તે નીચે લખ્યા પ્રમાણે.
[ પ્રશ્નોત્તર ] ગૌતમ–ભંતે! દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, એમ ચાર પ્રકારે દર્શાવેલ લોકમાંથી ક્ષેત્રલોક કેટલા પ્રકાર છે?
શ્રીમહા –ગૌતમ! ત્રણ પ્રકારને ક્ષેત્રલોક છે. (૧) અધેલોક ક્ષેત્રોક, (૨) તિર્થક ક્ષેત્રોક, (૩) અને ઊર્વીલોક ક્ષેત્રક.