________________
જેન જગત્ – લેકવાદ
૩૫૫
અર્થાત કોઈ પણ કાલે આ જગતનો સર્વથા વિનાશ થયો નથી, થતો નથી, અને થશે નહિ.
પિંગલ નિયંઠાએ ખંધક સંન્યાસીને પુછેલા પ્રશ્નો પૈકી પહેલા પ્રશ્નને ખુલાસો કરતાં મહાવીર સ્વામી કહે છે કે
__“कालओ णं लोए ण कयावि न आसी, न कयावि न भवति, न कयावि न भविस्सति, भर्विसु य भवति य भविस्सइ य धुवे णियए सासते अक्खए अव्यए अवछिप णिच्चे णत्थि पुण से अन्ते ॥ (भग० २।१। सू० ९१ )
અર્થ—અહો અંધકજી! કાલ આશ્રી આ લોક ભૂતકાળમાં કોઈ વખતે ન હતો એમ નથી. વર્તમાનમાં મોજુદ નથી એમ પણ નથી. ભવિષ્યમાં કોઈ કાળે નહિ હોય એમ પણ નથી. ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે. લેક ધ્રુવ છે, નિયત–એક સ્વરૂપ છે, શાશ્વત–પ્રતિક્ષણ વર્તમાન છે, અક્ષય-અવિનાશી છે, અવ્યય-વ્યય-હાનિરહિત છે. અવસ્થિત–પર્યાય અનંત હોવાથી કોઈ ને કોઈ પર્યાયમાં વિદ્યમાન છે. નિત્ય છે–કાલની અપેક્ષાએ તેને અંત આવતો નથી.
લોકનું સ્વરૂપ. धृतः कृतो न केनापि, स्वयं सिद्धो निराश्रयः । निरालम्बः शाश्वतश्च, विहायसि परं स्थितः ॥ . उत्पत्तिविलयध्रौव्य-गुणषद्रव्यपूरितः । मौलिस्थसिद्धमुदितो, नृत्यायेवाततक्रमः ॥
| ( go ૨૨–૧૭) અર્થ-આ લોક કેઈથી ધારણ કરાયેલ નથી તેમ કઈ એ બનાવેલ નથી. પિતાના સ્વરૂપથી જ સિદ્ધ છે. એને ઠેરવા માટે કોઈ મૂર્ત આશ્રયની જરૂર નથી તેમ આલંબનની પણ જરૂર નથી. તે શાશ્વત છે. આકાશમાં અવગાહીને રહેલ છે. ઉત્પત્તિ, વિનાશ અને ધ્રૌવ્ય