________________
વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ
૩૪૯
યેલ ધ્વનિ કાલાન્તરે હજારે ગાઉ ઉપર એ ને એ રૂપે સંભળાય છે. રેડીયેામાં વિલાયતમાં ગવાયેલું ગાયન મુંબઈ કે કલકત્તામાં એ ને એ રૂપે સંભળાય છે. લાઉડ સ્પિકરમાં એક માણસનું ધીમેથી કરેલું ભાષણ પાંચ પચીસ હજાર માણસો દૂર બેઠાં બેઠાં પણ સ્પષ્ટ સાંભળી શકે છે. બ્રોડકાસ્ટમાં હિટલર કે ચેમ્બરલેનનું ભાષણ દુનીયાને ચારે ખુણે એક વખતેજ સંભળાય છે. ટેલીફેનમાં હજારો ગાઉ દૂરથી બેલનારનો શબ્દ સાફ સાફ પાસે બોલતા હોય તેમ સંભળાય છે. એટલું જ નહિ પણ થોડા વખત પછી બોલનારનો ફોટો પણ દેખી શકાશે. આ બધા ચાલુ જમાનાના આવિષ્કારે એકજ વિદ્યુતશક્તિના પરિણામ રૂપ છે, જેને સૂર્યતાપ સાથે પણ સંબંધ છે.
મૂક ચિત્રોમાંથી બાલતાં ચિત્રો. સનેમામાં દશ્ય રૂપે કામ કરનારાં મૂક ચિત્રોની ઉમર પુરાં સો વર્ષની નહિ થઈ હોય એટલામાં દર્શકોનાં મન રંજન કરવા, નાટકોની હરિફાઈ કરનારાં બોલતાં ચિત્રોનો આવિષ્કાર થયો. સામાન્ય રીતે ફેનોગ્રાફની રેકર્ડમાં અને વિશેષતઃ સીનેમામાં તેની પ્રગતિ થઈ. ગ્રામોફેનને આવિષ્કાર એડીસને કર્યો. ગ્રામેફેનમાં બોલનાર માણસના ધ્વનિની રૂકાવટ (Impedance) કરવામાં આવે છે.
આ ગ્રામેનની સાથે છાયાચિત્રો યા મૂક ચિત્રોની સાથે એકકાલીનતાને સંબંધ જાય ત્યારે મૂક ચિત્રો બેલતાં થાય. એના માટે મશીનોને ઉપયોગ થવા લાગે, પણ તેથી અધિક લાભ ન મળે; કારણકે એક રેકર્ડ વધારેમાં વધારે છ સાત મિનિટ સુધી અવાજ પેદા કરી શકે અને એક ફિલ્મ ઓછામાં ઓછી ૧૫ મિનિટ સુધી ચાલે. આનું સમીકરણ કરવા માટે કેનેગ્રાફની બે રેકર્ડ એક ફિલ્મ સાથે જોડવામાં આવી, અર્થાત એક રેકર્ડ પુરી થાય કે તરતજ બીજા મશીનની બીજી રેકર્ડ જોડવામાં આવતી. તેમાં દર્શકોને આંતરાની ખબર ન પડે તેની ખૂબ સાવચેતી રાખવામાં આવતી. આથી