________________
૩૩૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
હોય તે ભલે. શેરમાં અડધી રતિ એ કંઈ હિસાબમાં ન ગણાય. એટલા માટે આ સૂર્ય હજારે અબજ વરસથી ચમકતો આવ્યો છે અને હજારે શંકુ વર્ષ પર્યત ચમકતા રહેશે.
| (સૌ. ૫. અ. પ-સારાંશ) જેની દષ્ટિએ સમન્વય. વૈજ્ઞાનિકોએ સૂર્ય અને પૃથ્વીની હયાતીનું જે અનુમાન રેડિયમ તથા પદાર્થ અને તેની શક્તિની એકતા ઉપર ખેંચ્યું છે, તે નિશ્ચિત રૂપ નથી પણ અંદાજે છે. તેમાં રેડિયમ બનાવટથી આજસુધીને કાલ નિશ્ચિત છે પણ આગળ પાછળ કાલે અજ્ઞાત છે. આઈ
ન્સટાઈનને સાપેક્ષવાદ તે જૈનના નયવાદ યા સ્યાદ્વાદને ઘણે મળતા છે. જૈન દ્રવ્ય અને ગુણ તથા પર્યાયને ભિન્ન ભિન્ન માને છે. એક અપેક્ષાયે ભિન્ન છે તે બીજી અપેક્ષાયે અભિન્ન છે. આઇસટાઈનને પદાર્થ તે જૈનોનું દ્રવ્ય છે અને શક્તિ તે પર્યાય છે. આઈન્સટાઈનને અંદાજમાં અનિશ્ચિત શરત છે કે આમ હોય તે આમ થાય. જૈનના સિદ્ધાંતમાં શરત નથી. તેમાં તે ચોક્કસ વાત છે કે પર્યાના ચાહે તેટલા પલટા થાય પણ દ્રવ્ય તે નહિજ પલટવાનું કે નહિજ ઘટવાનું. દ્રવ્યાંશ તે ધ્રુવ-સ્થિર છે. આઈન્સ્ટાઈન નના કહેવા પ્રમાણે હજારે અબજ વર્ષે અડધી રની ગરમીનો વ્યય થાય તે હજારે નીલવર્ષે ગરમી ખતમ થઈ જાય એ હિસાબ પદાર્થ અને શક્તિની એકાંત અભિન્નતામાં લાગુ પડી શકે પણ અનેકાંતભેદભેદ પક્ષમાં લાગુ ન પડે. શક્તિ ભલે ઓછી વસ્તી થાય પણ પદાર્થ-દ્રવ્યને નાશ તે અનંતકાલે પણ નહિ થાય. ખરી રીતે તે. ગરમી કે શક્તિને જેટલો વ્યય થશે તેટલી આમદાની પણ ચાલુ રહેશે કારણકે લોકમાં ગરમી-શક્તિનાં દ્રવ્ય અનંતાનંત છે. દ્રવ્ય ઉત્પાદ વ્યય અને પ્ર.વ્ય રૂપ છે. એક તરફ વ્યય તે બીજી તરફ ઉત્પાદ પણ ચાલુ છે માટે જર્મન વિદ્વાન રેલ્મ હોલ્ટસની જે માન્યતા છે કે શક્તિ