________________
૩૦૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા કરનાર યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે એ અનુમાનમાં કઈ અનુકૂલ તર્ક નથી. અહો નૈયાયિક ! કાર્ય સામાન્ય જ્ઞાન ઈચ્છા અને પ્રયત્નસાધ્ય છે એમ માનીને મનુષ્ય આદિનું જ્ઞાન અપૂર્ણ છે તે સર્વ કાર્યને સાધી શકે નહિ તેથી ઈશ્વરીય જ્ઞાન ઈશ્વરીય ઈચ્છા અને ઈશ્વરીય પ્રયત્નથી પૃથ્વી આદિ કાર્ય ઉત્પન્ન થાય છે, એ અનુમાનથી ઈશ્વરસિદ્ધિ કરવાને તમારે આશય છે, પણ એ અનુમાન સિદ્ધ થઈ શકતું નથી; કારણકે તે તે પુરૂષની ઘટટાદિ પ્રવૃત્તિ પ્રત્યે તે તે પુરૂષનું ઘટપટાદિ ઉપાદાન વિષયક પ્રત્યક્ષ જ્ઞાન કારણ માનવું પડશે. કાર્ય સામાન્ય પ્રત્યે પ્રત્યક્ષ સામાન્ય કારણ માનવામાં કઈ પ્રમાણ નથી. વિશેષ વિશેષ રૂપે કાર્યકારણભાવની આવશ્યકતા હોવાથી સામાન્ય કાર્યત્વહેતુતાવ
છેદક બની શકતું નથી, તેથી કાર્યવહેતુથી બુદ્ધિમાન કર્તા તરીકે ઇશ્વરની સિદ્ધિ થઈ શકતી નથી.
નૈયાયિકના બીજા અનુમાનનું નિરાકરણ
નિયાયિક કહે છે કે સર્ગની આદિમાં દ્વાણુક આદિમાં કર્મ પ્રયત્ન વિના સંભવી શકે નહિ. પરમાણુઓ તે અચેતન છે, તેમાં પ્રયત્ન છે જ નહિ. તે વખતે ઈશ્વર શિવાય બીજું કઈ છે નહિ. માટે ઈશ્વરના પ્રયત્નથી જ કચણુકમાં કર્મ ઉત્પન્ન થાય છે. એટલે ચકકર્મજનક તરીકે ઇશ્વરની સિદ્ધિ થાય છે. એના જવાબમાં જૈને કહે છે કે “ છીનષ્ફર્મ એ તમારો પક્ષ છે. તેમાં સર્ગ આદ્યકાલ પક્ષનું વિશેષણ છે. તે પ્રસિદ્ધ જ નથી કેમકે અમારે મતે આ જગત અનાદિ અનંત છે. તેમાં સર્ગ અને તેને આરંભકાલ છે જ નહિ. તેથી પ્રસ્તુત અનુમાનમાં આશ્રયસિદ્ધિ દેષ હોવાથી દૂષિત અનુમાન ઈશ્વરસાધક નહિ બની શકે. વળી ઈશ્વરપ્રયત્નને ચણકાદિના કર્મના કારણ તરીકે માનવામાં આવે તે ઈશ્વરપ્રયત્ન તે નિત્ય છે, તે કર્મ પણ હમેશાં લેવું જોઈએ, વચમાં ખાન