________________
૩૦૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
स्वयमेव प्रवर्तन्ते, सत्त्वाश्चेञ्चित्रकर्मणि । निरर्थकमिहेशस्य, कर्तृत्वं गीयते कथम् ॥
(શાળ વાર્તા રૂ. ૬) અર્થ–બ્રહ્મહત્યાદિ અશુભ કર્મ કે યમનિયમાદિ શુભ કર્મમાં જેવો પિતાની મેળે પ્રવર્તે છે. અર્થાત બુદ્ધિમાં સત્વગુણની પ્રધાનતા હોય તે શુભ કાર્ય અને તેમની પ્રધાનતા હોય તે અશુભ કાર્યમાં પ્રવૃત્તિ થાય છે. પ્રજન જ્ઞાન માટે ઈશ્વરની અપેક્ષા છે એમ કહેતા હો તે ઈશ્વરનું કર્તુત્વ માનવું નિરર્થક છે. પ્રજનજ્ઞાન તે પ્રવૃત્તિ માટે છે. જ્યારે પ્રવૃત્તિ પિતાની મેળે થઈ જાય છે, ત્યારે ઈશ્વરસિદ્ધિ માટે પ્રયાસ કરવો તે ઘરના ખુણામાં મળેલ ધનને છોડી વિદેશમાં જઈ ધન શોધવાની બરાબર છે.
फलं ददाति चेत् सर्व, तत्तेनेह प्रचोदितम् । अफले पूर्वदोषः स्यात्, सफले भक्तिमात्रता ॥
(૨. વાસ્તવ ૭) અર્થ—અચેતન પદાર્થ ચેતનાધિષિત હોઈને કાર્યકર્તા થઈ શકે છે. કર્મ પોતે અચેતન છે. તે ઈશ્વરાધિષિત થઇને સુખદુઃખાદિ આપે છે. માટે અધિષ્ઠાતા તરીકે ઈશ્વરની સિદ્ધિ થાય છે. એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે કર્મ પિતાની મેળે સુખદુઃખાદિ આપવાને અસમર્થ છે એમ માનશો તે કર્મમાં તેનું સામર્થ્ય કેણે ઉત્પન્ન કર્યું? ઈશ્વરે ઉત્પન્ન કર્યું એમ કહેશો તો નિર્દોષ ઈશ્વરને સ્વર્ગ નરકાદિ આપવાનું શું પ્રયોજન? કર્મમાં તેનું સામર્થ્ય છે એમ કહેશે તે વચ્ચે ઈશ્વરને અધિષ્ઠાતા બનાવવાની શું જરૂર? કર્મમાં સ્વર્ગ-નરક આપવાનું સામર્થ્ય તકસિદ્ધ હોવા છતાં તે સામર્થ્ય આપવાનું બલ ઈશ્વરનું છે એમ માનવું તે ઈશ્વર ઉપર તમારી ભક્તિ છે એજ કારણ છે. વિનાઅધિષ્ઠાતા પણ વનબીજથી અંકુર પેદા થાય છે, તેથી ચેતનાપતિજ કાર્ય સાધી શકે છે એ નિયમ વ્યભિચારી છે.