________________
દાર્શનિક-ઉત્તર પક્ષ
૨૮૯
અર્થ–પ્રણવને જપ કરવો અને તેના અર્થની ભાવના કરવી. __ ततः प्रत्यक् चेतनाधिगमोप्यन्तरायाभाषश्च ।
| (ચો. સૂ૦ ૨ા ૨૨) અર્થ–જપથી અને ભાવનાથી શરીરસ્થ આત્માનું જ્ઞાન થવાની સાથે અન્તરાયો દૂર થઈ જાય છે. તેથી મન નિર્વિઘે સમાધિમાં લાગી જાય છે.
વૈશેષિક દર્શનકાર કણદે ન ઈશ્વરને સ્વીકાર કર્યો છે, ન નિષેધ કર્યો છે; ચુપકી પકડી છે. કણાદ પરમાણુવાદી છે. પરમાણુએના સંઘાતથી જગતનો ચય અપચય થયા કરે છે. વચ્ચે જગતકર્તા તરીકે ઈશ્વરની જરૂરીઆત તેમણે સ્વીકારી નથી.
એ વાત તે અગાઉ કહેવાઈ ગઈ છે કે ન્યાયદર્શનકાર ખુદ ગૌતમ ઋષિએ સૃષ્ટિકર્તા તરીકે ઈશ્વરનું સમર્થન કર્યું નથી, કિન્તુ ભાષ્યકાર વાત્સ્યાયને ઈશ્વરવાદને અપનાવી દીધો છે. તેથી પાછળના ગ્રંથકારોએ પોતપોતાના પુસ્તકમાં ઈશ્વરવાદને વિસ્તાર્યો છે, તેથી જ નૈયાયિકને ઈશ્વરવાદના પૂર્વ પક્ષી તરીકે ઉલ્લેખતા આવ્યા છીએ. અસ્તુ. બૌદ્ધદર્શન અને જૈનદર્શને સૃષ્ટિવાદનો જોરશોરથી પ્રતિવાદ કર્યો છે. તેમાં પ્રથમ બૌદ્ધદર્શનનું નિરીક્ષણ કરીએ.
સૃષ્ટિવાદ અને બૌદ દશન. તત્ત્વસંગ્રહકાર શાન્તિરક્ષિતે તૈયાયિકાને પૂર્વ પક્ષ આ પ્રમાણે ઉપન્યસ્ત કરેલ છેઃ
सर्वोत्पत्तिमतामीश-मन्ये हेतुं प्रचक्षते । नाचेतनं स्वकार्याणि, किल प्रारभते स्वयम् ॥
(૪૦ ) અર્થ–નૈયાયિકે ઉત્પત્તિવાળા સર્વ પદાર્થોના કારણ તરીકે ઈશ્વરને સ્વીકારે છે. તેઓ તેના સમર્થનમાં કહે છે કે અચેતન ધર્મધર્માદિ પિતાની મેળે પોતપોતાનું કાર્ય કરી શકતા નથી. તેને