________________
દાર્શનિક–ઉત્તર પક્ષ
૨૮૫
હેતુ માત્ર કરશો તો સર્વ જીવોનાં કર્મથી તે તે શરીરાદિની ઉત્પત્તિ થઈ જશે. કર્મથી સિદ્ધ થયેલને તમે ઈશ્વરેચ્છાથી સાધો છે માટે સિદ્ધસાધન દોષને આંહિ પ્રસંગ આવશે. इच्छापूर्वकपक्षेऽपि, तत्पूर्वत्वेन कर्मणाम् । છાનાવિડુિ, છાનિવિદો(સ્ત્રોવા લા૭૬)
અર્થ_નિયાયિકે ઈશ્વરની ઈચ્છાપૂર્વક દરેક કાર્ય થાય છે એમ જે માને છે તે પણ ઈચ્છા પછી કર્મને તે કારણ માનેજ છે. ઈચ્છામાત્રથી તે કાર્ય બનતું નથી. તેમણે જે મકાનનું દષ્ટાંત આપ્યું છે તે પણ કારીગરની ઇછામાત્રથી તૈયાર થતું નથી. કારીગર, મજુર વગેરેના પ્રયત્નથી ચેષ્ટાથી-કર્મથી તૈયાર થાય છે. માટે દષ્ટાંતમાં પણ તમારું સાધ્ય રહેતું નથી તે એ અનુમાન શું સાધી શકશે? માટે એ નૈયાયકે ! કર્મને જ કારણ માને જેનાથી સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે. કર્મથી સિદ્ધ થયેલને ઈશ્વરેચ્છા લગાડી સિદ્ધસાધન કરવામાં શું ફાયદો છે ?
નૈયાયિકના અનુમાનમાં બીજે દોષ દેખાડે છે. अनेकान्तश्च हेतुस्ते, तच्छरीरादिना भवेत् । उत्पतिमांच तदेहो, देहत्वादस्मदादिषत् ।। (श्लो० वा०५।७७)
અર્થનૈયાયિકોને પુછવું જોઈએ કે જે ઈશ્વરને તમે કર્તા તરીકે માને છે તે ઈશ્વર શરીરસહિત છે કે શરીરરહિત છે? શરીર સહિત હોય તે શરીર આકૃતિવાળું અને અવયવસહિત છે માટે તેને બનાવનાર કોઈ કુશલ કારીગર ચેતનાન્તર જોઈએ. તે તે છે નહિ માટે સાધ્ય વિના હેતુ રહી જવાથી હેતુ અનેકાંત-વ્યાચારી ઠર્યો એટલે અનુમાન દૂષિત થઈ ગયું. કદાચ એમ કહો કે ઈશ્વરનું શરીર ઉત્પત્તિવાળું નથી કિન્તુ નિત્ય છે તો તે વાત ઉચિત નથી. આકૃતિવાળું સાવયવ શરીર અમારા શરીરની માફક ઉત્પત્તિવાળું જ હઈ શકે, નિત્ય ન થઈ શકે, દેહત્વ બંનેમાં એક સરખું છે માટે.