________________
મુસ્લિમ સૃષ્ટિ
૨૩૫
પછી શેતાને તેના તરફ વસવસો કરી ફેસલા (અને) કહ્યું, હે આદમ ! શું હું તને અમૃતનું ઝાડ અને તેમજ એવી પાદશાહી કે જે કદી ખંડિત થનાર નથી તેની તરફ રસ્તો બતાવું ?
(ગુ. કુ. પ્ર. ૨૦ સુરત તા-હા. આ. ૧૨૦)
મુસ્લિમ સ્વર્ગ. કહે કે હું તમને આ કરતાં વધારે સારાની ખબર આપું? જેઓ પરહેઝગાર છે તેઓને માટે પોતાના પરવરદગાર પાસે બેહસ્તની વાડીઓ છે, જેની નીચે નદીઓ વહે છે. તેમાં તેઓ અનંતકાલ રહેનાર છે, અને (તેમાં) પાક સ્ત્રીઓ અને ખુદાની ખુઝુદી છે, અને ખુદા પોતાના બંદાઓને જેનાર છે.
(ગુ. કે. પ્ર. ૩ સુરત આલે એમરાન આ. ૧૫) જ્યારે પૃથ્વી સખત ધ્રુજારાથી ધ્રુજશે, અને પર્વતને ટુકડે ટુકડા કરી ચૂરે ચરા કરી નાંખવામાં આવશે.....પછી જમણું હાથના માણસ; જમણા હાથના માણસો કેવા (સુખી) છે? અને ડાબા હાથના માણસો; ડાબા હાથના માણસો કેવા (દુઃખી) છે?......કે જે સેના અને રત્નજડિત તખ્તો ઉપર (આરામ) લે છે. તેઓ તે ઉપર અઢેલીને સામસામા બેસનારાઓ છે. તેઓની પાસે હમેશ જુવાન રહેનાર છેકરાઓ (સેવા માટે) ફરશે. હાથા વગરના કુઝાએ અને આબરા અને દારૂથી ભરેલા પ્યાલાઓ સહિત (ફરશે). તે પીવાથી તેઓનું માથું દુખશે નહિ, અને તેમજ તેઓ બેભાન થશે નહિ. અને તેઓને માટે એવાં ફળે છે કે જે તેઓ પસંદ કરશે. અને પક્ષીએનું માંસ કે જેની તેઓ ઈચ્છા કરશે. અને મોટી આંખવાળી હુરીઓ છે, કે જે છીપમાં છુપાયેલા મેતી જેવી છે....અને ઉંચાં બિછાનાંઓ (ઉપર રહેશે.) ખરેખર અમે તેમને (વૃદ્ધ સ્ત્રીઓને) પહેલેથી પેદા કરી છે. પછી અમે તેઓને કુંવારી બનાવી દઈશું. તેઓ (પિતાના પતિ ઉપર) પ્રેમ રાખનાર અને સરખી ઉમરની