________________
ક્રિશ્ચિયન અષ્ટિ
૨૨૧
રોકી રાખશે તો, જે, ખેતરમાંનાં તારાં પશુઓ ઉપર, એટલે ઘોડાં ઉપર, તથા ગધેડાં ઉપર, તથા ઉંટ ઉપર તથા ઢેરઢાંક ઉપર તથા ઘેટાં બકરાં ઉપર યહોવાહને હાથ આવ્યો જાણજે, બહુ ભારે મરકી (આવશે)...યહોવાહ આ દેશમાં એ કાર્ય કાલે કરશે. અને તેને બીજે દિવસે યહોવાહે તે પ્રમાણે કીધું.
(બા. ગુ. નિર્ગમન. અ. ૮–૯) એકલા યહોવાહ વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારને પુરે સંહાર કરાય.
(બા. ગુ. નિર્ગમન અ. ૨૨ ) અને યહોવાહે મુસાને કહ્યું, મેં આ લોકને જોયા છે, ને જે, તે હઠીલા લેક છે. મારે ક્રોધ તેઓ પર તપે, ને હું તેઓનો સંહાર કરું, માટે મને અટકાવીશ મા; ને હું તને મેટી દેશજાતિ કરીશ. અને મુસાએ પોતાના દેવ યહોવાહની વિનંતિ કરીને કહ્યું, હે યહવાહ, તારા જે લોકોને તું મોટા પરાક્રમ વડે તથા બલવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યો છે, તેઓ વિરૂદ્ધ તારે ક્રોધ કેમ તપે છે?......તારા બળતા ક્રોધથી ફરક ને તારા લોક પર આફત લાવવાને ઈરાદો ફેરવ... અને જે આફત પોતાના લેક પર લાવવાનું યહોવાહે કહ્યું હતું તે વિષે તેણે મન ફેરવ્યું.
(બા. ગુ. નિર્ગમન અ. ૩૨) 1 યહોવાહની અસવજ્ઞતા.
જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલ્મ કરનાર શત્રુએની સામા યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશીંગડાં વગાડે. ને યહોવાહ તમારા દેવની હજુરમાં તમારું સ્મરણ કરવામાં આવશે ને તમે પોતાના શત્રુઓથી બચવા પામશો.........હું યહોવાહ તમારે દેવ છું.
(બા. ગુ. ગણના અ. ૧૦) ત્યારે યહોવાહનું વચન શમુએલની પાસે એ પ્રમાણે આવ્યું કે મેં શાઉલને રાજા ઠરાવ્યો છે, એ વિષે મને અનુતાપ થાય છે.
(બા. ગુ. શમુએલ પહેલી. અ. ૧૫)