________________
પિરાણિક સૃષ્ટિ : (૩) શિવપુરાણ.
૧૮૧
અર્થ–હંસવાહન બ્રહ્મા અને ગરૂડવાહન વિષ્ણુ, બન્ને પતિપિતાના નોકર ચાકર સાથે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. દેવતાઓ
આ યુદ્ધ જેવાને આવ્યા અને બંને પર પુષ્પવર્ષા કરી. ક્રોધાયમાન થયેલ વિષ્ણુએ બ્રહ્માની છાતીમાં મારવાને બાણ અને વિવિધ પ્રકારનાં અસ્ત્રો છોડડ્યાં. કુદ્ધ બ્રહ્માએ પણ એવી જ રીતે અગ્નિસમાન અસહ્ય બાણ અને અન્ને વિષ્ણુની છાતીમાં મારવાને ફેંક્યાં. આ યુદ્ધ બધાને આશ્ચર્યકારક લાગ્યું. વિષ્ણુએ છેડો દમ ખેંચીને બ્રહ્મા ઉપર માહેશ્વર અસ્ત્રનો અને બ્રહ્માએ અતિક્રુદ્ધ થઈ વિશ્વને કંપાવતાં પાશુપત અસ્ત્ર વિષ્ણુની છાતીને લક્ષ્ય કરી ફેંક્યું. આથી આકાશમાં દશ હજાર સૂર્ય જેટલું વિલક્ષણ તેજ ચમકી ઉઠયું અને પ્રચંડ પવનથી ભયંકર સ્થિતિ ઉત્પન્ન થઈ. આ જોઈને દેવતાઓ અત્યંત વ્યાકુલ થઈ ગયા.
એ દરમ્યાન શિવે ૩૪કાર શબ્દ વ્યુત ઉચ્ચારણથી સંભળાવ્યો. હકાર શબ્દ સાંભળી બંનેનો ક્રોધ શાંત થઈ ગયે. અહિ શબ્દબ્રહ્મની ઉત્પત્તિ થઈ, અર્થાત અકારાદિ વર્ણોની સૃષ્ટિ થઈ. શાંત થયેલ બ્રહ્માએ શિવનું સ્મરણ કરી પૂર્વ સૃષ્ટ જલમાં અંજલિ મૂકી કે તે જળ અંડરૂપે પરિણત થઈ ગયું. બ્રહ્માએ વિષ્ણુને કહ્યું કે
આ વિરારૂપ ઈડું જડ છે માટે એમાં ચેતન્ય ઉત્પન્ન કરે. ત્યારે વિષ્ણુએ અવ્યક્ત રૂપ ધારણ કરી ઈડામાં પ્રવેશ કર્યો. આ તરફ બ્રહ્માએ તમ, મેહ, મહામહ, તામિસ્ત્ર અને અંધતામિસ એ અવિઘાપંચક ઉત્પન્ન કર્યો. પછી સ્થાવર અને દુઃખયુક્ત તિર્યફ સૃષ્ટિ રચી. ત્યારપછી ઉર્ધ્વસ્ત્રોત–સાત્ત્વિક દેવસૃષ્ટિ અને અર્વાફ સ્ત્રોતસમનુષ્યસૃષ્ટિ ઉત્પન્ન કરી. ત્યારપછી ભૂતાદિક ઉત્પન્ન કર્યો. ત્યારપછી તપ કરતા બ્રહ્માની ભૂકટિમાંથી રૂદ્રને આવિર્ભાવ થયો. શબ્દાદિ અને ભૂતાદિકને પંચીકૃત કરી તેમાંથી બ્રહ્માએ સ્કૂલ આકાશ, વાયુ, અગ્નિ, જલ, ભૂમિ, પહાડ, સમુદ્ર, વૃક્ષ, કલાથી માંડી યુગ પર્યત કાલની રચના કરી. પછી મરીચિ આદિ ઋષિઓને બ્રહ્માએ પેદા