________________
પરાણિક સૃષ્ટિ: (૩) શિવપુરાણ ૧૭૯ ભૂર્લોક ભુવક અને સ્વર્લોકને વિનાશ થતાં તેમાં રહેનારા મહર્લોકમાં અને ત્યાં પણ તાપ લાગતાં જનલોકમાં જાય છે. નૈમિત્તિક પ્રલયમાં મહર્લોકનો નાશ થતો નથી. બ્રહ્માની રાત્રિનું પરિમાણ દિવસની બરાબર છે. ૩૬૦ નૈમિત્તિક પ્રલય યા નૈમિત્તિક સર્ગ પુરા થતાં બ્રહ્માનું એક વર્ષ થાય. એવાં સો વર્ષનું આયુષ્ય બ્રહ્માનું છે. તેની પર સંજ્ઞા છે. પચાસ વર્ષની પરાર્ધ સંજ્ઞા છે. એક પરાર્થે એક મહાકલ્પ થાય અર્થાત બ્રહ્માનાં પચાસ વર્ષે પાવા નામે મહાકલ્પ પસાર થઈ ગયો છે. હમણાં વારાહ નામને બીજે મહાકલ્પ ચાલે છે. તે પૂર્ણ થતાં ચાલું બ્રહ્માનું જીવન પૂર્ણ થશે. ત્યારપછી બ્રાહ્મકલ્પ આવશે તેમાં નવા બ્રહ્માજી થશે. એક બ્રહ્માના જીવનકાલમાં છત્રીસ હજાર વાર નૈમિત્તિક સૃષ્ટિપ્રલય થાય છે. ચાલુ બ્રહ્માજીને જે અંતિમ પ્રલય થશે તે પ્રાકૃત પ્રલય કહેવાય છે. એમાં ત્રણે લોક કલાકાર થઇ જશે, અર્થાત મહક પણ નષ્ટ થઈ જશે. જગત પ્રકૃતિમાં લીન થઇ જાય અને પ્રકૃતિ બ્રહ્મામાં લીન થઈ જાય, એ પ્રાકૃત પ્રલય.
(મા. પુ. 1. કરૂ. ર૩ થી ૪ સુધી) પિરાણિક સૃષ્ટિ : (૩) શિવપુરાણુ.
શિવસૃષ્ટિ. પ્રલયકાલમાં નામરૂપરહિત બ્રહ્મ શિવાય બીજું કંઈ ન હતું. બ્રહ્મની ઈચ્છામાત્રથી બ્રહ્મ પાંચ મુખ, દશ ભુજાવાળું, હાથમાં ત્રિશૂળ ધારણ કરતું એક શરીર ધારણ કર્યું જે સદાશિવના નામથી પ્રસિદ્ધ થયું. એજ ઈશ્વર. તેણે એક શક્તિ બનાવી. એને પ્રકૃતિ તથા માયા પણ કહે છે. પાછળથી તે અંબિકાના નામથી પ્રસિદ્ધ થઈ. શક્તિની સહાયતાથી શિવે શિવલોક બનાવ્યું જેને કાશીપુરી પણ કહે છે. તેના આનંદવનમાં શિવ શક્તિના દશમા અંગમાં અમૃતનું સિંચન કર્યું તેથી એક સુંદર પુરૂષ ઉત્પન્ન થયો. તે પુરૂષે શિવને પ્રણામ કરી પિતાનું નામ