________________
-
-
પિરાણિક સુષ્ટિ : (૨) માર્કંડેય પુરાણ ૧૭૩
અર્થ-તે યુગલોના આયુષ્યનું પરિમાણ મનુષ્યના ચાર હજાર વર્ષોનું હતું. તેમાં કલેશ કે વિપત્તિ કેાઈ આવતી ન હતી.
કાલક્રમે આ સિદ્ધિઓનો નાશ થયો અને આકાશમાંથી રસ પડવા લાગ્યા, જલ અને દૂધની પ્રાપ્તિ થઈ અને ઘરમાં કલ્પવૃક્ષોની ઉત્પત્તિ થઈ એ કલ્પવૃક્ષોથીજ તેમના સમસ્ત ભાગ પ્રાપ્ત થવા લાગ્યા. ત્રેતા યુગના પ્રારંભમાં યુગલ મનુષ્યોની જીવનયાત્રાનો નિર્વાહ ઉપર પ્રમાણે થઈ રહ્યો હતો. ક્રમે ક્રમે કાલનું પરિવર્તન થતાં કાલને વશે મનુષ્યમાં આકસ્મિક રાગ ઉત્પન્ન થયો.
मासि मास्यातवोत्पत्त्या, गर्भोत्पत्तिः पुनः पुनः । रागोत्पत्या ततस्तासां, वृक्षास्ते गृहसंस्थिताः॥ प्रणेशुरपरे चासं-श्चतुःशाखा महीरुहाः । वस्त्राणि च प्रसूयन्ते, फलेष्वाभरणानि च ॥ तेष्वेव जायते तेषां, गन्धवर्णरसान्वितम् । अमाक्षिकं महावीर्य, पुटके पुटके मधु ॥
(માપુ કદ્દા ર૦-રૂ–૨૨) અર્થ–મહીને મહીને ઋતુધર્મની ઉત્પત્તિ થવાથી વારંવાર ગર્ભોત્પત્તિ થવા લાગી. યુગલોને મમતા અને રાગ વધવાથી ઘરમાં રહેલ કલ્પવૃક્ષો નષ્ટ થયાં. ચાર શાખાવાળાં બીજાં વૃક્ષો ઉત્પન્ન થયાં. એનાં ફલેમાં વસ્ત્ર અને આભરણ આવવા લાગ્યાં. તે ફોના પ્રત્યેક પુટમાં સુંદર ગંધ અને વર્ણયુક્ત માખીઓ વિનાનું બલકારક મધ ઉત્પન્ન થવા લાગ્યું. ત્રેતાયુગના પ્રારંભમાં આ મધુપાન કરીને પ્રજા જીવન ગાળતી હતી. કાલક્રમે મનુષ્યમાં અત્યંત લોભવૃત્તિ પેદા થઈ એક બીજાનાં વૃક્ષોનાં ફળ ચોરાવાં લાગ્યાં. આ અપચારથી સઘળાં વૃક્ષો નષ્ટ થઈ ગયાં. અનંતર શીત–ઉણુ, સુધા–તૃષા આદિ દુઃખદન્દ્રો ઉત્પન્ન થયાં. તેનું નિવારણ કરવા માટે ગામ-નગર આદિની રચના થઈ.