________________
૧૨૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર
જાય છે. બ્રહ્મવાદીઓને હિસાબે સૃષ્ટિના બીજા બધા પ્રકારે બોટા કરે છે. રહ્યો માત્ર ૧૯ મે પ્રકાર બ્રહ્મસૃષ્ટિને. એનું સમર્થન થઈ શકે કે કેમ તેનું પર્યાલોચન કરીએ. પ્રથમ ઋચામાં અસત અને સત બંનેને નિષેધ કરવામાં આવે છે, તે બ્રહ્મને અસત કહીશું કે સત ? જે વસ્તુ પ્રલયકાળમાં પણ વિદ્યમાન રહે તેને અસત કેમ કહી શકાય? તે પછી સત કહી શકાશે? ત્રીજો તે પ્રકારજ નથી. હા, અનેકાન્તવાદી કે સ્યાદ્વાદીને માટે સત્ અસત રૂ૫ ત્રીજો પ્રકાર છે પણ બ્રહ્મવાદીઓને માટે તે પ્રકાર છે નહિ. ત્યારે બ્રહ્મ સતરૂપજ છે. મૃત્યુ અને અમૃત એ બે કોટિમાંથી બ્રહ્મ અમૃત કોટીમાં ગણી શકાય. ઠીક છે; બ્રહ્મ સત છે, બ્રહ્મ અમૃત છે. એ વાત સાચી હોય તો પ્રલયકાળમાં બ્રહ્મનું અસ્તિત્વ ઉડી જાય છે કેમકે પ્રથમ ચા અને બીજી ઋચાના પૂર્વાર્ધમાં સત અને અમૃત બંનેનો પ્રલયકાળમાં નિષેધ કરવામાં આવ્યો છે. તો સત્ અને અમૃતની ગેરહાજરીમાં બ્રહ્મને સંભાવ શી રીતે રહી શકશે? સત અને અમૃતના નિષેધમાં બ્રહ્મને નિષેધ પણ સમાઈ જાય છે. બીજી વાત એ છે કે બીજી
ચાના ઉત્તરાર્ધમાં આવેલ સ્વધા અને ત૬ શબ્દથી માયા અને બ્રહ્મનું સમર્થન કરવામાં આવે છે. પણ એ અર્થ માત્ર બ્રહ્મવાદીઓના અભિપ્રાયો છે. તદ્ શબ્દ સર્વનામવાચક હેઈને પૂર્વને પરામર્શક બને છે. આંહિ સાંખ્યદર્શનવાળા સ્વધા શબ્દથી પ્રકૃતિ અને ત૬ શબ્દથી આત્મા વા પુરૂષ લેશે તે તેને અટકાવવા બ્રહ્મવાદીઓ પાસે શું યુક્તિ પ્રયુકિત છે ? બ્રહ્મવાદીઓ માર્યો સહિત બ્રહ્મને એક માને છે, પણ એકતા શી રીતે સંભવે ? બ્રહ્મ સત છે અને માયા સત નથી તે બંનેનાં જુદાં સ્વરૂપ બનવા છતાં દૈતતાને નિષેધ કરીને એકતા સ્થાપવી એ વાત બુદ્ધિમાં ઉતરી શકતી નથી. એના કરતાં પ્રકૃતિ અને પુરૂષ બંનેને જુદાં માનનાર સાંખ્યોને દ્વૈતવાદ સ્વધા અને તન્દુ શબ્દના વાચ્યાર્થી પ્રકૃતિ અને પુરૂષને ઠીક ઠીક લાગુ પડી જ નથી ? પરંતુ સત અને અમૃતના નિષેધમાં