________________
૧૨૪
સુષ્ટિવાદ અને ઈશ્વર વિદિક સૃષ્ટિને ઓગણીસમો પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ)
नासदासीनोसदासीत् तदानीं । नासीद्रजो नो व्योमा
किमावरीवः कुह कस्य शर्मन् । अम्भः किमासीद्गहनं गभीरम्।।
(8s ૨૦ / ૨૨૨૨) અર્થ—તે વખતે અર્થાત્ સૃષ્ટિના આરંભ પહેલાં પ્રલયકાળમાં ન અસત્ હતું, ન સત્ હતું, ન અંતરિક્ષ હતું, ન અંતરિક્ષથી ઉપરનું આકાશ હતું. એવી અવસ્થામાં કોણે કોના ઉપર આવરણ નાખ્યું ? કયે સ્થળે ? કાના સુખને માટે ? અગાધ અને ગંભીર જલ પણ ક્યાં હતું ? न मृत्युरासीदमृतं न तर्हि । न राव्या अह्ना आसीत्प्रकेतः आनीदवातं स्वधया तदेकं । तस्माद्धान्यन्न परः किंच नास ॥
(૨૦ / ૨૨૬ / ૨) અર્થ-તે વખતે મૃત્યુશાલજગત પણ ન હતું, તેમજ અમૃત =નિત્ય પદાર્થ પણ ન હતો. રાત્રિ અને દિવસનો ભેદ સમજવાને કઈ પ્રતસાધન ન હતું. સ્વધા–માયા અથવા પ્રકૃતિ સાથે તે એક વસ્તુ હતી કે જે વિનાવાયુ શ્વાસ લઈ રહી હતી. તેના સિવાય બીજું તેથી પર કંઈ પણ ન હતું. तम आसीत्तमसा गूल्हमग्रेऽप्रकेत सलिलं सर्वमा इदम् । तुच्छयेनाभ्वपिहितं यदासीत् तपसस्तन्महिनाऽजायतैकम् ॥
( ૦ ૨૦ ૨૨૬ / રૂ) અર્થ—અગ્રે-સૃષ્ટિ પહેલાં પ્રલયદશામાં અજ્ઞાનરૂપ આ જગત તમ=માયાથી આચ્છાદિત હતું. અપ્રત=અજ્ઞાયમાન હતું. દૂધ અને પાણીની પેઠે એકાકાર–એકરૂપ બની ગયેલ હતું. આભ=બ્રહ્મઋતુચ્છ માયાથી જે આચ્છાદિત હતું તે એક બ્રહ્મ તપના મહિમાથી પ્રગટ થયું અર્થાત નાના રૂપ બન્યું.