________________
વૈદિક સૃષ્ટિને અઢારમે પ્રકાર (પરસ્પર સુષ્ટિ) ૧૨૩
અર્થ–તે પરમાત્મા પાણીમાંથી ઉત્પન્ન થયા અને પાણી પરમાત્મામાંથી ઉત્પન્ન થયું.
સમાલોચના.
આ પ્રક્રિયામાં પૃથ્વી આદિની માફક પરમાત્માને પણ ઉત્પન્ન થતા દર્શાવ્યા છે. આથી પરમાત્મા શું અનિત્ય ઠરતા નથી? પૃથ્વી આદિ અનિત્ય અને પરમાત્મા પણ અનિત્ય તો પ્રલયકાળમાં પૃથ્વી આદિની માફક પરમાત્મા પણ નષ્ટ થઈ જવા જોઈએ. એ હિસાબે પ્રલયમાં કંઈ પણ રહેવું ન જોઈએ. તે પછી સૃષ્ટિના આરંભમાં પૃથ્વી અને પરમાત્મા બેમાંથી પહેલાં કોણ ઉત્પન્ન થયા? પૃથ્વી પહેલાં છે નહિ, તો તેમાંથી પરમાત્મા કેવી રીતે પેદા થયા ? પરમાત્મા પણ પહેલાં છે નહિ, તો તેમાંથી પૃથ્વી શી રીતે પેદા થઈ ? એક બીજામાંથી એક બીજાની ઉત્પત્તિ બતાવી છે. તેથી બન્ને સાથે ઉત્પન્ન થયા એમ પણ ન કહી શકાય. એવી રીતે દિવસ, રાત્રિ, અંતરિક્ષ, વાયુ, સ્વર્ગ, દિશા, ભૂમિ, અગ્નિ, પાણી વગેરે દ્વન્દ્રો એકી સાથે કે કમથી ઉત્પન્ન થઈ શકતાં નથી, પરસ્પર એકબીજાથી કાર્યકારણભાવરૂપે ઉત્પન્ન થાય એ શું સંભવિત છે? જે પરમાત્માને નિત્ય માનવામાં આવે તો જગતને પણ નિત્ય માનવામાં શું હરકત છે? સાત એ ક્રિયાપદનો અર્થ ઉત્પન્ન થયા એટલો જ થાય છે. પરમાત્માની સાથે બનાવત' નો અર્થ જ્ઞાત=જણાયા એમ કરો અને દિવસ આદિની સાથે “ગાયત અર્થ ઉત્પન્ન થયા એમ કરે એમાં કોઈ યુક્તિ નથી. સનાત કે જ્ઞાતિબંનેને એકજ અર્થ કરવો ઉચિત છે. ભિન્ન ભિન્ન અર્થ કરવો તે સંદર્ભ વિરુદ્ધ છે. ૩યેત ને બદલે ૩જ્ઞાત એ અર્થ કરવામાં બંનેની નિત્યતા સાબિત થાય છે.