________________
વૈશ્વિક સૃષ્ટિના તેરમેા પ્રકાર (અજસૃષ્ટિ)
૧૦૯
અર્થ—તેનાં એ નેત્ર સત્ય અને ઋત બન્યાં. તેના પ્રાણ સંપૂર્ણ સત્ય અને શ્રદ્દા બન્યા. તેનું શિર–મસ્તક વિરાટ્ બન્યું. એટલા માટે આ પ`ચૌદન એજ અપરિમિત યજ્ઞ છે.
સમાલાચના.
આંહિ યજ્ઞ અને યજ્ઞમાં હેમવાના અકરાની પ્રશંસા કરતાં સૃષ્ટિનું સ્વરૂપ દર્શાવ્યું છે. અથર્વસંહિતા જેવા આદર્શ પુસ્તકમાં કેવળ અલકાર રૂપ તે આ બ્યાન નજ હેાય. પ્રશંસા છે તે। તે ખાટી પ્રશંસા તો ન હોય. જો સાચી પ્રશંસા છે તે તેને ઉપર જણાવેલ અર્થ નિકળે છે. આંહિ સવાલ એ થાય છે કે આ બકરા જીવતા કે મૃતક ? જીવતા તેા ન હોઇ શકે કેમકે તેનું તે બલિદાન દેવાઇ ચુકયું તે ઈંદ્રને તૃપ્ત કરી ત્રીજે સ્વર્ગે પહોંચી ગયેા. ત્યારે રહ્યો મૃતક અકરે.. અર્થાત્ બકરાનું શરીર–તેમાંથી ઉપર જણાવ્યા પ્રમાણે સ્વર્ગ, પૃથ્વી, અંતરિક્ષ, દિશાઓ, સમુદ્ર, સત્ય, ઋત, શ્રદ્ધા, વિરાટ્ વગેરે બનવાનું ઉપર કહેવાઇ ચુક્યું છે. શું આ પ્રશંસા યુક્તિહીન મિથ્યાતિશયેાક્તિરૂપ નથી લાગતી ? ખીજી વાત એ છે કે સૌથી પહેલાં અજ આવ્યા ક્યાંથી ? પશુસૃષ્ટિ બન્યા પહેલાં અજની ઉત્પત્તિ ક્યાંથી થઈ ? મનુષ્યસૃષ્ટિ કે દેવસૃષ્ટિ બન્યા પહેલાં યજ્ઞસમારંભ કાણે કર્યાં? અજની આહુતિ કાણે આપી ? જે અજની આટલી શક્તિ બતાવી તેની આહુતિ આપવી એ કૃતઘ્નતા નથી?