________________
વૈદિક સૃષ્ટિના દશમા પ્રકાર (માટ્ઠષ)
૧૦૧
इत्याचक्षते, य उ एव मृगव्याधः स उ एव स या रोहित्सा रोहिणी यो पवेषुत्रिकाण्डा सो पवेषुत्रिकाण्डा । (પેત॰ ત્રા૦ રૂ| રૂ| ૨)
અર્થપ્રજાપતિએ પેાતાની પુત્રીને પત્ની બનાવવાનું ધ્યાન કર્યું. પ્રજાપતિએ મૃગ બનીને લાલ વર્ણની મૃગીરૂપ પુત્રોને સંગમ કર્યાં. દેવાએ તે જોયુ. પ્રજાપતિ આ અકૃત્ય કરે છે માટે તેને મારવા જોઈ એ એમ દેવાની ઇચ્છા થઈ. જે એને દુઃખ આપી શકે તેવી વ્યક્તિને દેવેા શેાધવા લાગ્યા. પરંતુ પોતાનામાં તેવા કાઈ હિમ્મતવાન મળ્યા નહિ. તેમાં જે ધાર–ઉગ્ર શરીરવાળા હતા, તે બધા મળીને એકરૂપ થયા, અર્થાત્ એક મહાન શરીરવાળે દેવ બન્યા. તેનું નામ રૂદ્ર રાખવામાં આવ્યું. તે શરીર ભૂતાથી નિષ્પન્ન થયું માટે તેનું નામ ભૂતવત્ યા ભૂતપતિ પણ પ્રસિદ્ધ થયું.
દેવાએ રૂદ્રને કહ્યું કે પ્રજાપતિએ અકૃત્ય કર્યું માટે તેને બાણુથી વિંધી નાખેા. રૂદ્રે તે કબૂલ કર્યું. દેવાએ કહ્યું કે એના બદલામાં તમે અમારી પાસેથી કંઈ માગી લ્યે.દ્રે કહ્યું કે પશુઓનું અધિપત્ય આપા, દેવએ તે આપ્યું, તેથી રૂદ્રનું નામ પશુવત વા પશુપતિ પ્રસિદ્ધ થયું.
પ્રજાપતિને લક્ષ્ય કરીને કે ધનુષ્ય ખેંચી ખાણુ ફૂંકયું. મૃગરૂપી પ્રજાપતિ બાણથી વિધાઇને ઉંધે મુખે ઉંચે ઉછળ્યેા. તે આકાશમાં મૃગશર નક્ષત્રરૂપે રહી ગયા. રૂદ્ર તેની પાછળ પડ્યો તે મૃગવ્યાધના તારા રૂપે આકાશમાં રહી ગયા. લાલ વર્ણની મૃગી હતી તે આકાશમાં રહિણી નક્ષત્રરૂપે રહી ગઈ. રૂદ્રના હાથમાંથી જે ખાણ છુટયું, તે અણી, શલ્ય અને પિંખડા રૂપ ત્રણ અવયવવાળું હાવાથી ત્રિકાંડ તારારૂપે રહી ગયું. આજસુધી તે આકાશમાં એકબીજાની પાછળ ઘુમ્યા કરે છે.