________________
૭૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
સર્જવા શક્તિમાન નથી. પુરૂષસુક્ત અને મનુસ્મૃતિ બંનેની વાત આ સૂક્તથી ખંડિત થઈ જતી નથી? પ્રજાપતિ સિવાય બાકીના બધા ઉમેદવારોને પોતપોતાની સૃષ્ટિપથી સંકેલવી પડતી નથી ? પહેલી ઋચાના અવતરણમાં સાયણે હિરણ્યગર્ભને પ્રજાપતિના પુત્ર તરીકે આલેખે છે અને ચાનાજ ભાષ્યમાં હિરણ્યગર્ભને પ્રજાપતિ રૂપ બતાવ્યો છે. શું આ પરસ્પર વિરોધ આવતું નથી ?
વિદિક સૃષ્ટિને ત્રીજો પ્રકાર (ધાતા).
ऋतं च सत्यं चाभीद्धात्तपसोऽध्यजायत । ततो राज्यजायत ततः समुद्रोऽर्णवः ॥
(૪૦ ૨૦૨૨૦ ૨) અર્થ–ઋત માનસિક સત્ય અને સત્યવાચિક સત્ય, તપેલ તપથી ઉત્પન્ન થયાં. ત્યારપછી રાત્રિ=અંધકાર ઉત્પન્ન થયું. ત્યારપછી પાણવાળા સમુદ્ર ઉત્પન્ન થયા.
समुद्रादर्णवा दधि संवत्सरो अजायत । अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी ॥
( ૨૦. ૨૦. ૨) અર્થ–સમુદ્ર પછી સંવત્સર ઉત્પન્ન થયો. (સંવત્સર સર્વકાલને ઉપલક્ષક છે, અર્થાત સવંકાલ ઉત્પન્ન થયો.) સૂર્ય અહોરાત્રને (ઉપલક્ષણથી સર્વભૂતને) ઉત્પન્ન કરત સર્વ જગતને સ્વામી બન્યો.
सूर्याचन्द्रमसौ धाता यथापूर्वमकल्पयत् । दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॥
(કo ૨૦ / ૧૨૦. રૂ) અર્થ—કાલના વજરૂપ સૂર્ય અને ચન્દ્ર, સુખરૂપ સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષને ધાતાએ પૂર્વની માફક બનાવ્યા.