________________
તા. ૩૦-૧-૮૫ના શુભ મુહુર્ત વાજતે ગાજતે જ્ઞાતિની વાડીમાં પુ. આચાર્યશ્રી પુ. આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સુરી મ. તથા પુ. મુનિ શ્રી અરૂણવિજયજી મહારાજની શુભ નિશ્રામાં થઈ. પુ. સાગરજી મ.ના સમુદાયમાં પુ. સાધ્વીજી શ્રી નિરૂજાશ્રીજી મ.ના શિષ્યા તરીકે બને દીક્ષા અંગીકાર કરી સાધવીજી શ્રી નમ્રતાશ્રીજી તથા સા. શ્રી સરિતાશ્રીજી મ.ના નામે પ્રસિદ્ધ થયા, જામનગરના રહેવાસી શ્રી મોહનવિજયજી જૈન પાઠશાળાના મહેતાજીના સુપુત્ર દીક્ષ થી મુમુક્ષુ મુકેશકુમારની દીક્ષાને વરષીદાનને ભવ્ય વરઘેડ નીકળે. પંચાહિકા મહોત્સવ થયું. તેમની દીક્ષા પાલીતાણા પવિત્ર તીર્થધામમાં થશે..
આ અત્યન્ત સંક્ષિપ્તમાં ચાતુર્માસના સંભારણાને સંક્ષિપ્ત હેવાલ રજુ કર્યો છે. નાના-મોટા અનેક કાર્યો થયા. પુષ્પ ખીલે છે, અને સુગંધ પ્રસરે છે, અને ભમરાઓ આવે છે- તેમ પૂજ્ય મુનિશ્રી અરુણવિજયજી મહારાજ નાની ઉંમરમાં પણ બહુમુખી પ્રતિભા ધરાવતા જન સંધના એક પ્રસિધ વિદ્વાન વકતા છે. ચારે બાજુ જ્યાં જાય છે ત્યાં શાસનની પ્રભાવના ઘણી ઉત્તમ કરે છે. આ વહેતી જ્ઞાનગંગા અમારા જામનગરમાં આવી. પૂજ્યશ્રીએ આઠ મહિના સુધી સતત એક ધારે વ્યાખ્યાન આપીને જ્ઞાનને ધોધ વહાવે છે. લોકોને તરબળ કર્યા છે. જામનગરના વર્ષોના ઈતિહાસમાં પૂજ્યશ્રીનું આ એક યાદગાર યશસ્વી અને ધમ જાગૃતિનું ઐતિહાસિક ચાતુર્માસ થયું છે. અમારા શ્રી સંધમાં યુવા વર્ગ આદિમાં સુદર જાગૃતિ આવી છે. ધર્મ પમાડવા બદલ પુજ્યશ્રીને મહાન ઉપકાર અમારા શ્રી સંઘ ઉપર છે. મહાવદ ૧૧-કવાર તા. ૧૫-૨-૮૫ના રોજ શ્રી સંધ એક વસમી વિદાય આપીને દિલમાં દુઃખ અનુભવે છે. પુજ્યશ્રી વિહાર રહીને અમદાવાદ તરફ પ્રયાણ કરે છે.
લિ, શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંઘ
૨૦