________________ ઉપસંહાર, (ર૭૧) ઈચ્છા ધરાવનાર જૈનેતર બંધુઓને આ લેખ રૂચિકર થાય અને દર્શાવામાં આવેલા સિદ્ધાંતે સત્ય ભાસે એ જ આ લેખકને હેતુ છે. આ લેખમાં જૈનેતર દર્શનની નિંદા કે જૈન દર્શનની શ્લાઘા જેવું કશું નથી, પરંતુ જિન દર્શનના સિદ્ધાંતે કેવા છે તેના પ્રણેતાઓએ પિતાના શુદ્ધ જ્ઞાનથી તત્ત્વ સ્વરૂપ કેટલા ઉંડા ઉતરી જીના ઉપકાર માટે કેવી રીતે બતાવ્યું છે, અને પ્રમાણિકપણે સત્ય રીતે કેવી કેવી હકીક્ત જણાવી છે તે આ ગ્રંથ આઘત વાંચવાથી સહજ માલમ પડે તેવું છે. આ ગ્રંથમાં આવેલ અનેક હકીક્ત અનેક ગ્રંથના માત્ર કિંચિત તારણ રૂપ છે અને સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્રના અનુસારે જણવેલી છે જેથી તેમાં દ્રષ્ટિ દોષ કે બીજા એવા કઈ પ્રમાદના કારણથી કેઈ સ્થળે ખલના થઈ હોય, કે કાંઈ શાસ્ત્ર આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય, તેમજ અન્ય કોઈની નિંદાયુક્ત લખાણું હોય તે તેને માટે ક્ષમા માગી આ લેખ પૂર્ણ કરીએ છીએ. -nitent -